Gujarati News

Gujarati News

News of Sunday, 14th April 2019

ભરૂચના ઉમરાજ ગામના રસ્તે વિદેશી દારૂ ભરેલ ત્રણ ઓટો રીક્ષા ઝડપાઇ :કટિંગ કરતા પહેલા જથ્થો ઝડપ્યો

ભરૂચ એલસીબીએ 2,85 લાખથી વધુના મુદામાલ સાથે શખ્શને ઝડપી લીધો

ભરૂચ : ઉમરાજ ગામ જવાના રોડ ઉપર પોલીસ ટીમે વોચ ગોઠવીને વિદેશી દારૂ ભરેલી ત્રણ ઓટો રીક્ષા ઝડપી લીધી છે આ દારૂનું કટિંગ કરે તે પહેલા જ એલસીબીએ દારૂના  જથથાસ સાથે એક આરોપીની અટકાયત કરી છે

  ભરૂચ જીલ્લાના પોલીસ દ્વારા લોકસભા ચુંટણી અન્વયે જીલ્લામાં પ્રોહી તથા જુગારના ગુનાઓ શોધી કાઢવા આપેલ સુચના આધારે એલ.સી.બી ભરૂચની ટીમ પેટ્રોલીંગ માં હતી. દરમ્યાન બાતમી મળેલ કે ભરૂચનો જાણીતો બુટલેગર રાહુલ કાશોરભાઇ કાયસ્થનો એક સ્વીફ્ટ ગાડીમાં વિદેશી દારૂ ભરી લાવી ઉમરાજ ગામે જતા રોડની બાજુમાં ખુલ્લા ખેતરમાં કટીંગ કરવાનો છે અને ગ્રાહકોને ઉમરાજ ગામે જતા રોડ ઉપર બોલાવેલ છે.જે આધારે ઉમરાજ ગામ જવાના રોડ ઉપર પોલીસ ટીમે વોચમા રહી એક ઇસમ તથા ત્રણ ઓટો રીક્ષા વિદેશી દારૂ સાથે ઝડપી પાડી હતી.

ભરૂચ એલ.સી.બી.એ આરોપી આસીફ અબ્દુલ હમીદ શેખ રહે. સીફા રોડ ધોબી તળાવ મોટી માર્કેટ ભરૂચને ઝડપી પાડી તેની પાસે રીક્ષામાં રહેલ વિદેશી દારૂમાં જીનીયન્સ વ્હીસ્કી ૭૫૦ મી.લીની કુલ બોટલ નંગ ૧૩૮ કિં રૂ ૫૫,૨૦૦/- તથા કેર્ઝી રોમીયો વ્હીસ્કી ૭૫૦ મી.લી.ની બોટલ નંગ- ૧૮૬ કિં રૂ ૭૪,૪૦૦/- મળી કુલ બોટલ નંગ ૩૨૪ કુલ કિંમત રૂપિયા ૧,૨૯,૬૦૦/- તેમજ આરોપીની અંગઝડતીમાંથી મોબાઇલ નંગ ૦૨ કિં રૂ ૫૫,૦૦/- તથા રોકડા રૂપિયા ૬૫૦/- અને રીક્ષાઓ નંગ-૦૩ કિંમત રૂપિયા ૧,૫૦,૦૦૦/- નો મળી કુલ ર,૮૫,૭૫૦/- રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલ આરોપી વિરૂધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(7:12 pm IST)