Gujarati News

Gujarati News

News of Sunday, 14th April 2019

સુરત પાલિકા દ્વારા ઈન્ટેલિજન્ટ પાર્કિંગ સિસ્ટમ મેનેજમેન્ટ શરુ કરાયું

કયા પાર્કિંગ ઝોન માં કેટલી ગાડીઓ છે કેટલા ચાર્જીસ છે અને તે કયા સ્થળે છે.?:મળશે જાણકારી

સુરત :મહાનગરપાલિકા દ્વારા હાલ વિવિધ વિસ્તારોમાં પે પાર્કિંગની સુવિધા ઉભી કરાઇ છે. ત્યારે કયા પાર્કિંગ ઝોન માં કેટલી ગાડીઓ છે કેટલા ચાર્જીસ છે અને તે કયા સ્થળે છે. તે માટે સ્માર્ટ સિટી મિશન અંતર્ગત ૪.૭૩ કરોડના ખર્ચે ઈન્ટેલિજન્ટ પાર્કિંગ સિસ્ટમ મેનેજમેન્ટ શરૂ કરાઇ છે.

 સુરત શહેર વિકાસ વિભાગના ભ્રષ્ટાચારના કારણે બિલ્ડિંગોમાં પાર્કિંગ માટેની વ્યવસ્થા નથી ક્યારે હવે પાલિકા કરોડો રૂપિયાના ખર્ચે પાર્કિંગ અને તેની મેનેજમેન્ટ સિસ્ટમ વિકસાવી રહી છે હાલ સુરત શહેર મહાનગરપાલિકા દ્વારા નવ જેટલા મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવામાં આવ્યા છે અને બે ઓફ સ્ટેટ પાર્કિંગ શરૂ કર્યા છે જોકે પાર્કિંગ કયા વિસ્તારમાં છે તે પાર્કિંગમાં કેટલી ગાડી ની જગ્યા છે અને તેના ચાર્જીસ શું છે તે દરેક માહિતી પાલિકા હવે મોબાઈલ એપ્લિકેશન પર ઉપલબ્ધ કરાવી રહી છે જેનાથી પાર્કિંગ લોકેશન અને પાર્કિંગ સિસ્ટમથી અવગત થઈ શકાશે.

 

(6:11 pm IST)