Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

યુવતિઅે ચાલાકીથી પાસવર્ડ જોઇ લીધા બાદ દાહોદના યુવકના અેકાઉન્‍ટમાંથી ૧.૨૧ લાખ ઉપાડી લીધા

દાહોદઃ દાહોદના એક યુવકને એટીએમ મારફતે 1,21,000 રૂપિયાનો મહિલાએ ચૂનો લગાવ્યો હતો. દાહોદ રાબદાલ ગામનો રહેવાસી શનિ ભુરિયાના ઘરે લગ્ન હોવાથી પોતે પિતાનું એટીએમ કાર્ડ લઈ ગોધરા રોડ એટીએમ સેન્ટર પર ગયો હતો. અને રૂપિયા 10 હજાર ઉપાડ્યા હતા. આ દરમિયાન એટીએમ કક્ષમાં પોતાના 8-10 વર્ષના બાળક સાથે ઉભેલી પલ્લવી નામની મહિલાએ પાસવર્ડ જોઈ લીધો હતો. અને ખૂબજ ચાલાકીથી યુવકના એટીએમ કાર્ડ નીચે પડાવી બીજુ કાર્ડ પકડાવી દીધું હતું. ત્યારબાદ મહિલાએ તાત્કાલિક કાર્ડ મારફતે રૂપિયા 30 હજાર કાઢ્યા હતા. અને 40 હજારની સોનાની ચેઇન ખરીદી હતી.  બીજા કોઈના એકાઉન્ટમાં પણ રૂપિયા ટ્રાન્ફર કર્યા હતા. થોડી જ વારમાં યુવકના મોબાઈલ પર મેસેજ આવતા યુવક પણ ચોંકી ગયો હતો. યુવક તાત્કાલિક દેના બેન્કના એટીએમ પર પહોંચ્યો હતો, જ્યાં મહિલાને ઝડપી પોલીસને હવાલે કરાઈ હતી.

(8:15 pm IST)