Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

બોરસદ તાલુકાના અમીયાદની યુવતીને પ્રેમજાળમાં ફસાવી બસમાં દુષ્કર્મ આચરતા ગુનો દાખલ

બોરસદ:તાલુકાના અમિયાદ ગામે રહેતી એક યુવતીને પ્રેમજાળમાં ફસાવીને ભગાડીને લઈ ગયા બાદ ચાલુ લક્ઝરી બસના સ્લીપર કોચમાં તેણીની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ ગુજારતાં આ અંગે વીરસદ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર અમીયાદ ગામે રહેતી ૧૮ વર્ષ અને ૪ માસની સગીરાને નજીકમાં જ રહેતો મેહુલ રાજેશભાઈ સોલંકી ઈકો કારમાં ભગાડીને વાસદ અને ત્યાંથી સુરત લઈ ગયો હતો. ત્યાંથી બન્ને જણાં લક્ઝરી બસના સ્લીપર કોચમાં સવાર થઈને મુંબઈ જવા નીકળ્યા હતા જ્યાં સ્લીપર કોચમાં મેહુલે તેણીની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતુ. ત્યારબાદ બન્ને જણાં મુંબઈ જતા રહ્યા હતા. પરિવારના સભ્યોને જાણ થતા ંતેઓ મેહુલના પરિવારજનો સાથે મુંંબઈ આવ્યા હતા અને તેણીને પરત અમિયાદ લઈ ગયા હતા. જ્યાં તેની પુછપરછમાં ઉક્ત હકિકત જણાવતાં વીરસદ પોલીસ મથકે આવીને ફરિયાદ આપી હતી.

(4:45 pm IST)