Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

પાટણની કોલેજ દ્વારા સમાજ ઘડતર તથા સંસ્કૃતિ બચાવવાનું કાર્યઃ વિજયભાઇ રૂપાણી

પાટણ તા.૧૪: પાટણની એલ.એન.કે. બી.એઙ કોલેજ. મુલ્યનિષ્ઠ શિક્ષણ દ્વારા તેજસ્વી શિક્ષકો સમાજને આપયા છે. ૫૦ વર્ષથી ચાલતી આ સંસ્થા ૫૦ મી સુવર્ણ જયંતિ મહોત્સવને મુખ્યમંત્રી અભિનંદન પાઠવ્યા હતા.

આ  એલ.એન. કોલેજ ઓફની સ્થાપના કરીને સારા શિક્ષકોનું નિર્માણ કર્યુ છે. આ સંસ્થાએ ગુજરાત અને પાટણની અસ્મિતા જાળવી છે. આ માટે નોંધપાત્ર યોગદાન આપ્યું છે. સમાજ ઘડતર તથા સંસ્કૃતિ બચાવવાનું કામ આ સંસ્થા કરી રહી છે. વિજયભાઇ રૂપાણીએ પૂર્વ વિદ્યાર્થીઓ જે હાલ ઉચ્ચ હોદા પર સ્થાન ધરાવે છે તેમનું શાલ ઓઢાડી સન્માન કર્યુ. મુખ્યમંત્રી એ કોલેજમાં ૫૦ વૃ્ક્ષોનું વાવેતર કર્યુ હતુ. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે ગુજરાતમાં આગામી  દિવસોમાં રેલ્વે અને મરીનયુકતનું નિર્માણ થશેે.

મુખ્ય મંત્રીનું ભાવભર્યુ સ્વાગત સંસ્થાના સ્થાપક અને અગ્રણય ઉદ્યોગપતિ શ્રીતનીલ કીણાચંદભાઇએ કર્યુ હતુ જે સંસ્થાને વટવૃક્ષની માફક ઉછેરી રહ્યા છે.

કોલેજના પ્રિન્સીપાલ તેમજ સ્ટાફ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યુ હતુ.

(3:56 pm IST)