Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

દાઉદી વ્હોરા સમાજ એટલે શાંત અને વેપારી કોમ : વિજયભાઈ

મુખ્યમંત્રીની ડો. સૈયદના સાહેબ સાથે મુલાકાત

રાજકોટ : વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂ હીઝ હોલીનેશ ડો. સૈયદના આલીકદર મુફદ્દલ સૈફુદ્દીન સાહેબ (ત.ઉ.શ.)ની સુરત ખાતે ગુજરાત રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ મુલાકાત લીધી અને જણાવ્યુ કે દાઉદી વ્હોરા સમાજ શાંત વેપારી સમાજ તરીકે જાણીતી છે. ભાઈચારો, વતન પ્રત્યે વફાદારી દૂધમાં સાકર ભળી જાય તે રીતે ભળી જાય છે. વ્યાપાર ઉદ્યોગ અને સામાજીક ક્ષેત્રે યોગદાન આપે છે તે બદલ ખુશી વ્યકત કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ રાજયના અલગ અલગ શહેરમાં પધરામણી કરવા અને માર્ગદર્શન તથા પ્રેરણા મળતી રહે તે માટે આમંત્રણ પાઠવેલ હતું. મુખ્યમંત્રીશ્રીએ અલ જામેઆ તુસ સૈફીયા યુનિવર્સિટીમાં ચાલતી ઈમ્તિહાનની મુલાકાત લઈ એજ્યુકેશન વિશેની માહિતી લઈ ખુશી વ્યકત કરેલ હતી. મુખ્યમંત્રીશ્રીએ રાજયના વિકાસના કામોની માહિતી આપી હતી અને મે માસમાં જળ સંગ્રહ માટે ગુજરાત રાજયના તમામ સમાજ, એનજીઓ જનતાના સાથથી નદી શુદ્ધિકરણ, પર્યાવરણ માટે રાજય સરકાર દ્વારા કાર્યક્રમ કરવામાં આવશે. જેમાં સહકાર માટે અપીલ કરેલ હતી. મુખ્યમંત્રીશ્રીનું સ્કાઉટ બેન્ડ વગાડીને સ્વાગત કરવામાં આવેલ હતું. તેમ શેખ યુસુફભાઈ જોહર કાર્ડવાળાએ જણાવ્યુ હતું.

(2:03 pm IST)