Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

અભૂતપૂર્વ ઘટનાઃ સ્થાવર - જંગમ મિલકતો જાહેર નહિ કરનાર ૭૫૦૦માંથી ૧૦૦૦ અધિકારીના પગાર અટકાવી દેવાયા

આ મહિનામાં જાહેર કરી દેશે તેને મે મહિનાથી પગાર મળશે : જે.અેન.સીંધ

ગાંધીનગર તા. ૧૪ : ગુજરાત સરકારના કર્મચારીઓએ દર વર્ષે મિલકતની જાહેરાત કરવાની હોય છે. આ જાહેરાત કરવાની સમય મર્યાદા જાન્યુઆરી અને માર્ચ ૨૦૧૮ એમ રાખવામાં આવી હતી. આમછતા એક હજાર જેટલા વર્ગ ૧ અને વર્ગ-૨ના અધિકારીઓએ સ્થાવર અને જંગમ મિલકત્ત જાહેરાત ન કરતા આશરે એક હજાર અધિકારીઓનો એપ્રિલ-૨૦૧૮નો પગાર અટકાવામાં આવ્યો છે. ગુજરાતના ઇતિહાસમાં આ પ્રથમ ઘટના છે.

કેન્દ્ર સરકાર દ્વારા આઇએએસ અને આઇપીએસે સ્થાવર અને જંગમ મિલકત જાહેર કરવાની પ્રથા અમલમાં મુકયા પછી ગુજરાત સરકારે પણ રાજયના વર્ગ-૧- અને વર્ગ-૨દ્ગક્ન આશરે ૭૫૦૦ અધિકારીઓને સ્થાવર અને જંગમ મિલકત જાહેર કરવાનું ફરજીયાત કર્યુ હતું. પણ, અત્યાર સુધી કડકાઇ દેખાડવામાં આવતી ન હતી.

આ વખતે ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત રાજય સરકારે અધિકારીઓ પર તવાઇ લાવીને કડકાઇ દાખવી છે. પરિણામે સરકારે અધિકારીઓને વર્ષ ૨૦૧૭ના સ્થાવર અને જંગમ મિલકત્ત્। જાહેર કરવાની સમય મર્યાદા જાન્યુઆરી-૨૦૧૮ આપી હતી.

આમછતા અધિકારીઓ આ સુચનાને અભરાય પર ચડાવી દેતા કડકાઇ દાખવીને માર્ચ-૨૦૧૮ સુધીમાં સ્થાવર અને જંગમ મિલકત્ત્। સરકાર સમક્ષ જાહેર કરવાની તાકિદ કરી હતી. આ સાથે એવો આદેશ પણ કર્યો હતો કે સ્થાવર અને જંગમ જાહેર ન કરનાર અધિકારીઓનો પગાર અટકાવાશે. આ સુચનાને પણ અધિકારીઓ ઘોળીને પી જતા છેવટે રાજય સરકારે એક હજાર કર્મચારીઓનો એપ્રિલ-૨૦૧૮નો પગાર અટકાવવાનો આદેશ કર્યો છે.

દરમિયાન રાજ્યના મુખ્ય સચિવ શ્રી જે.એન.સિંઘે કહ્યું છે કે, જો અધિકારીઓ એપ્રિલ-૨૦૧૮માં તેમની સ્થાવર - જંગમ મિલકતની જાહેરાત કરી દેશે તો તેમને મે-૨૦૧૮ના પગારની સાથે તેમને પગાર મળશે.

(12:48 pm IST)