Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

ગુજરાત બાર કાઉન્સીલનું પરિણામ જાહેરઃ ૨૫ ઉમેદવારોને વિજેતા જાહેર કરાયા

પ્રથમ નંબરે રાજકોટના દિલીપભાઈ પટેલ જાહેર થયા બાદ ક્રમશઃ મતગણતરી પુરી થતા બાકીના ઉમેદવારોને વિજેતા જાહેર કરાયાઃ જામનગરના મનોજભાઈ અનડકટ, જૂનાગઢના કામદાર, ભાવનગરના ઝાલા, ગોંડલના કાલરીયા જીત્યાઃ અમદાવાદ, સુરત, વડોદરાના વકીલો પણ ચુંટાયાઃ ૧૩૪૦ મતોનો કવોટા માત્ર ૧૪ વકીલો જ પાર કરી શકયા...

રાજકોટ તા.૧૪ : ગુજરાત બાર કાઉન્સીલની ચૂંટણીનુંમતદાન ગઇકાલે સાંજે પુરૂ થતા કુલરપ ઉમેદવારોને વિજેતા જાહેર કરાયા હતા આ રપ ઉમેદવારોમાંથી માત્ર ૧૪ વકીલો જ એકડા બગડાના મતોથી ૧૩૪૦ મતોનો જરૂરી કોટા પાર કરી શકયા હતા જયારે અન્ય ૧૧ વકીલોને ત્યાર પછીના વધુમતો મળેલ હોવાનું જાહેર કરીને તેઓને વિજેતા જાહેર કરાયા હતા.

અત્રે એ ઉલ્લ્ેખનીય છે કે રાજકોટના દિપિભાઇ પટેલ, પ્રથમ રાઉન્ડમાંજ સૌથી વધુ એકડાના જ મતો મેળવીને સતત બીજી વખત સમગ્ર ગુજરાતમાંથી પ્રથમ ક્રમાંકે ચુ઼ટાયેલ જાહેર કરવામાં આવ્યા હતા ત્યારબાદ બીજા રાઉન્ડમાં સુરતના આર.એન.પટેલ, અમદાવાદના પી.એચ. વાઘેલા, અનિલભાઇ કૈલ્લાને વિજેતા જાહેર કરાયા હતા.

ત્યારબાદ ગઇકાલે સાંજે આખરી મતગણતરી દરમ્યાન વધુ ૧૧ વકીલોને ચુંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા જેમા સુરતના એચ.જે.પટેલ, અમદાવાદ કે.બી.વાઘેલા, મહેસાણાના કે.આર.ત્રિવેદી, અમદાવાદના ડી.કે. દવે, વડોદરાના એમ.ડી.પટેલ, અમદાવાદના બી.વી.ભગત, ભાવનગરના એ.એચ.ઝાલા તથા અમદાવાદના પી.આર. જાની, જુનાગઢના એમ.સી. કામદાર અને જામનગરના મનોજભાઇ અનડકટનો સમાવેશ થાય છે.

બાકીના ૧૧ ઉમેદવારો જરૂરી મતો ૧૩૪૦ નો હોદા પાર કરી શકયા નહોતા પરંતુ વધુ મતો હોવાના કારણે એકડા-બગડાની પધ્ધતિ મુજબ વિજેતા જાહેર કરાયા હતા. જેમાં એચ.એસ.પટેલ, એ.એચ. પઠાણ વી.એચ. પટેલ, એસ.એસ.ગોહિલ, નડીયાદના કે.એ.બારોટ, સુરતના આર.જી.શાહ, જે.બી.ગોળવાલા, અમદાવાદના સી.કે.પટેલ વડોદરાના આર.એ.રાઠોડ, અમદાવાદના જી.એમ. પઠાણ, વલસાડના પી.ડી.પટેલનો સમાવેશ થાય છે.

બાર કાઉ.ની ચૂંટણીમાં કુલ રપ જગ્યા માટે ૯૯ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી જેમાંથી રપ ઉમેદવારોનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.

રાજકોટમાંથી કુલ પાંચ વકીલોએ ચુંટણીમાં ઝંપલાવ્યુ હતું પરંતુ માત્ર દિલીપભાઇ પટેલ જ વિજેતા જાહેર થયા છ.ે

ગુજરાત બાર કાઉન્સીલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાઇ છે અને તેમાં વિજેતા થવુ એ પ્રતિષ્ઠાભર્યું સ્થાન ગણાયછે.

(11:56 am IST)