Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

કમોસમી વરસાદ બાદ સૌરાષ્ટ્રમાં તાપમાનનો પારો ઉંચકાયો :સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 41,8 ડિગ્રી

ભુજમાં 41.2 ડિગ્રી, કંડલા એરપોર્ટમાં 41 ડિગ્રી, રાજકોટમાં 40.9 ડિગ્રી, અને અમરેલીમાં 40.8 ડિગ્રી તાપમાન

 

અમદાવાદઃ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદ બાદ સૌરાષ્ટ્રમાં તાપમાનનો પારો ઉંચકાયો છે  તાપમાનમાં એકાએક વધારો નોંધાયો છે. સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં 41.8 ડિગ્રી નોંધાયું છે.

  બે દિવસ પહેલાં પડેલા કમોસમી વરસાદ પડ્યા બાદ રાજયના તાપમાનમાં એકાએક વધારો નોંધાયો છે, સુરેન્દ્રનગર, ભુજ, કંડલા, રાજકોટ, અમરેલી, અમદાવાદના તાપમાનમાં વધારો નોંધાયો છે.
 
રાજ્યમાં સૌથી ગરમ શહેર સુરેન્દ્રનગરમાં 41.8 ડિગ્રી નોંધાયું છે. ભુજનું 41.2 ડિગ્રી, કંડલા એરપોર્ટનું 41 ડિગ્રી, રાજકોટનું 40.9 ડિગ્રી, અમરેલીનું 40.8 ડિગ્રી અને અમદાવા તેમ ગાંધીનગરનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી નોંધાયું છે.

રાજ્યમાં અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ સક્રિય થવાથી કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો અને વાદળછાયુ વાતાવરણ સર્જાયું છે. કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદ રહેશે એવી પણ આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.

(10:51 pm IST)