Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

સુરત અને ઓલપાડને જોડાતા ગોથાણ રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ

સુરતથી ઓલપાડ અને ભરૂચ જતા લોકોનો સમય બચાવશે :સુરતથી મજુરા નેશનલ હાઈવેનો ફેરો 16 કી,મી ,ઓછો થશે

સુરત : સુરતથી ઓલપાડને જોડાતા ગોથાણ પાસેના રેલવે ઓવરબ્રિજનું નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરાયું છે નવી પારડી રોડ પાસે આવેલા ગોથાણ ગામ પાસે રેલ્વે ઓવર બ્રીજ શરૂ થતા  બ્રીજ બનતાં સુરતથી મજુરા નેશનલ હાઇવે જવા માટેનો ફેરો 16 કિલોમીટર ઓછો થશે. બ્

  ઓલપાડ પાસે આવેલા ગોઠણ ગામ પાસેના 158 કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનાવાયો છે બ્રીજ 1362 કિલોમીટરની કુલ લંબાઇ ધરાવે છે.સુરત અને ઓલપાડને જોડવાના હેતુથી 2014માં બનાવવા માટે શરૂ થયેલા બ્રીજના નિર્માણને 4 વર્ષ થયાં હતા. રેલ્વેબ્રીજ બન્યા પછી ફાટક પર ઉભા રહેતાં અનેક વાહનચાલકોનો સમય બચશે અને તેના કારણે વર્ષે 40 કરોડ રૂપિયાનું પેટ્રોલ-ડીઝલ બચશે તેવો સરકારનો દાવો છે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે સુરતથી ઓલપાડ અને ભરૂચ અંકલેશ્વર જતાં લોકો માટે બ્રીજ ઉપયોગી બનશે. રેલ્વે ટ્રેક પરથી રોજની 200થી વધુ ટ્રેનો જતી હતી અને લોકોને ફાટક પર રાહ જોઇને સમય બગાડવો પડતો હતો તે સમય હવે નહીં બગડે.

બ્રીજના લોકાર્પણ સમયે ભાજપના સાંસદ દર્શના જરદોશ સહિત ધારાસભ્ય મુકેશ પટેલ હાજર રહ્યાં હતા.

(10:12 pm IST)