Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

ગુજરાતી ફિલ્મ ‘ઢ’ને રાષ્ટ્રીય એવોર્ડ;મુખ્યમંત્રી વિજયભાઈએ આપ્યા અભિનંદન

ત્રણ વિદ્યાર્થીઓ પર આધારિત ફિલ્મ હજી થિયેટરમાં રિલીઝ થવાની બાકી: નસિરુદ્દીન શાહ જાદુગરની ભૂમિકામાં

 

અમદાવાદઃ 65મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ જાહેર થયા છે જેમાં જેમાં મનીષ સૈનીનીસર્વશ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ બની છે. રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં પ્રાદેશિક ફિલ્મોની શ્રેણીમાં ગુજરાતી ફિલ્મને એવોર્ડઅપાયો છે , સ્કૂલના ત્રણ વિદ્યાર્થીઓ પર આધારિત ફિલ્મ હજી થિયેટરમાં રિલીઝ થવાની બાકી છે

 

  ફિલ્મ ભવન્સ કોલેજમાં ઊભા કરાયેલા સેટ પર ત્રણ સતત 12 – 12 કલાક કામ કરીને તૈયાર કરવામાં આવી હતી, જેમાં એનઆઈડીના ભૂતપૂર્વ વિદ્યાર્થી મનીષ સૈનીનું દિગ્દર્શન છે. ફિલ્મમાં નસિરુદ્દીન શાહ એક જાદુગરની ભૂમિકામાં છે. પહેલાં 2017માંરોંગ સાઇડ રાજુને પણ બેસ્ટ ગુજરાતી ફિલ્મનો નેશનલ એવોર્ડ મળ્યો હતો.

 

  મુખ્યમંત્રી વિજયભાઈ  ભાઈ રૂપાણી 65 માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર માં શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ તરીકે જાહેર થયેલ ફિલ્મ ના નિર્માતા દિગદર્શક અને 3 બાળ કલાકારોને ગુજરાત સરકાર અને રાજ્યની જનતા જનાર્દન વતી હ્રદયપૂર્વક અભિનંદન પાઠવ્યા છે..

  તેમણે જણાવ્યુંકે 2017 માં ગુજરાતી ફિલ્મ રોંન્ગ સાઈડ રાજુ ને શ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર મળ્યા બાદ સતત બીજા વર્ષે પણ ગુજરાતી ફિલ્મ ને મળેલા એવોર્ડ થી ગુજરાતી ફિલ્મોના સમયાનુકુલ પરિવર્તન અને પ્રવર્તમાન સમાજ જીવન ને સ્પર્શતા વિષય આધારિત ફિલ્મો ને વ્યાપક દર્શક સ્વીકૃતિ અને સમર્થન મળ્યા છે તે પ્રતિપાદિત થયું છે.. વિજય ભાઈ ગુજરાતી ફિલ્મો વિશ્વ સ્પર્ધામાં પણ  એવોર્ડ્સ અને નામના પ્રતિષ્ઠા મેળવે તેવી શુભેચ્છાઓ આપી છે.

સિવાય હિન્દી ફિલ્મન્યૂટનમાં ઉમદા અભિનય બદલ પંકજ ત્રિપાઠીને સ્પેશિયલ એવોર્ડ આપવામાં આવ્યો છે. જ્યારેન્યૂટનને સર્વશ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. ઉપરાંત દિવંગત અભિનેત્રી શ્રીદેવીનેમોમમાટે સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ આપવામાં આવ્યો છે. તોબાહુબલીફિલ્મને સર્વશ્રેષ્ઠ મનોરંજક ફિલ્મ, બેસ્ટ એક્શન ડિરેક્શન અને બેસ્ટ સ્પેશિયલ ઇફેક્ટ્સ મૂવીનો એવોર્ડ મળ્યો છે.

મૂળ હરિયાણા અને હાલ અમદાવાદના પાલડીમાં રહેતા મનીષ સૈની એનઆઈડીના સ્ટુડન્ટ રહી ચૂક્યા છે. ફિલ્મનું બજેટ બે કરોડ જેટલું હતું. અભ્યાસ દરમિયાન તેમણે ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું હતું. ફિલ્મ માટે જ્યારે નસીરુદ્દીન સાથે વાત કરવામાં આવી ત્યારે તેમણે ફિલ્મ માટે સારી સ્ટોરી હોવાનું કહ્યું હતું, ત્યાર બાદ તેમણે ફિલ્મમાં કામ કરવા સંમતિ આપી હતી.

(1:10 am IST)