Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

સુરતમાં અૈતિહાસિક કિલ્લાને ખુલ્લો મુકતા નીતિનભાઇ પટેલઃ લાઇટ અેન્‍ડ સાઉન્‍ડ શો સહિતના આકર્ષણ સુરતવાસીઓનું મન મોહી લેશે

ફોટોઃ surat farvanu vadhu ek sthan killo khulo mukayo1

સુરતઃ શહેરીજનોને ફરવા માટે વધુ એક સુંદર સ્થળ મળી છે. મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરવામા આવેલા ઐતિહાસિક કિલ્લાને આજે ખુલ્લો મુકવામાં આવ્યો. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે સુરત મહાનગરપાલિકા દ્વારા રૂ 320.51 કરોડના ખર્ચ તૈયાર કરવામાં આવેલા પ્રોજેક્ટોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

ઉનાળું વેકેશનમાં સુરતવાસીઓ હરવા-ફરવા માટે ભવ્ય કિલ્લાની મુલાકાત લઇ પ્રાચીન ધરોહર વિશે જાણકારી મેળવી શકે તે આશયથી આ કિલ્લાને આજે નાયબ મુખ્યમંત્રીના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.

નવીનીકરણની સાથે કિલ્લામાં મનોરંજન માટે પણ સુવિધાઓ ઉભી કરવામાં આવશે. અત્યાર સુધી લોકો સુરત કિલ્લાના ઇતિહાસ વિશે વાંચતા અથવા સાંભળતા આવ્યા હતા, પરંતુ હવે સુરતના કિલ્લાના ઇતિહાસને લોકો જોઈ શકશે. લાઈટ અને સાઉન્ડ શોનું આયોજન કરવામાં આવશે, જેમાં કિલ્લા સહિત શહેરના ઇતિહાસને ઉજાગર કરાશે. આ સાથે આર્ટ ગેલરી માધ્યમથી ઇતિહાસ રજૂ કરવામાં આવશે.અહી પ્રાચીન બોટ અને હાઇડ્રોલિક ગેટનો દરવાજો મુકાયો છે.ઓડિયો વિઝ્યુઅલ રૂમ અને બ્રિટિશ સ્ટાઇલમાં ટી-સર્વ રુમની પણ વ્યવસ્થા કરવામા આવી છે.

ઇ.સ. 1300 માં અંગ્રેજો દ્વારા બાંધવામાં આવેલા ઐતહાસિક કિલ્લાની દિવાલો એટલી અડીખમ હતી કે મુઘલ બાદશાહ અકબરને પણ આ કિલ્લા પર વિજય પતાકા ફરકાવવા માટે 47 દિવસનું યુદ્ધ કરવું પડ્યું હતું. આ કિલ્લામાં આઝાદી પછી સરકારી ઓફિસો શરૂ કરવામાં આવી હતી. જોકે યોગ્ય મેઈન્ટેનન્સના અભાવે કિલ્લો જર્જરીત થઈ ગયો હતો, ત્યારે હાલ મહાનગર પાલિકા દ્વારા કરોડો

રૂપિયાના ખર્ચે કિલ્લાના નવીનીકરણનું કામ પાલિકા દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. હાલ પ્રથમ ફેઝનું કામ પૂર્ણતાને આરે આવી ગયું છે . જોકે કિલ્લામાં પ્રવેશ ફી 40 રૂપિયા પ્રતિ વ્યક્તિ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

(5:58 pm IST)