Gujarati News

Gujarati News

News of Saturday, 14th March 2020

ધાનેરા નેનાવા બોર્ડર પાસે ડમ્પર અને જીપ વચ્ચે ગંભીર અકસ્માત: 2 લોકોના કમકમાટી ભર્યા મોત

મૃતકો બંન્ને થરાદના મોટામેસરા ગામના હોવાનું ખુલ્યું : ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટ્યા

ધાનેરા નેનાવા બોર્ડર પાસે ડમ્પર અને જીપ વચ્ચે અકસ્માતમાં 2 લોકોના કમકમાટી ભર્યા મોત થયા હતા. અકસ્માતમાં મોતને ભેટનાર બંન્ને થરાદના મોટામેસરા ગામના હોવાનું સામે આવ્યું છે. મૃતકની લાશને પી.એમ અર્થે ધાનેરા રેફરલ લઇ જવાઇ હતી. અકસ્માતની જાણ થતાં ઘટના સ્થળે ટોળેટોળા ઉમટ્યા હતા. ધાનેરા પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
 

(11:33 pm IST)