Gujarati News

Gujarati News

News of Saturday, 14th March 2020

કોરોના વાયરસની દહેશત : અમદાવાદની CBSE સ્કૂલોમાં નવું સત્ર સ્થગિત કરાયું

સ્કૂલ સત્રનો પ્રારંભ ક્યારથી કરવો તે અંગે સરકારના નિર્ણંયની જોવાતી રાહ

અમદાવાદ : સમગ્ર વિશ્વમાં કાળો કહેર મચાવનાર કોરોના વાયરસની હવે ભારતમાં એન્ટ્રી થઈ ચૂકી છે. ભારતમાં કોરોના વાયરસના કુલ 84 દર્દીઓ નોંધાયા છે. તો બે વ્યક્તિના મોત પણ નીપજી ચૂક્યા છે. ત્યારે અમદાવાદની સ્કૂલોમાં પણ કોરોના વાઈરસને લઈ તંત્ર સતર્ક થઈ ગયું છે.

  અમદાવાદમાં CBSEની સ્કૂલોમાં શરૂ થનારા સત્રને હાલ પૂરતુ સ્થગિત રાખી દેવામાં આવ્યું છે. CBSEના આ નવા સત્રનો પ્રારંભ હવે માર્ચ મહિનામાં થશે. એપ્રિલમાં સ્કૂલ સત્રનો પ્રારંભ ક્યારથી કરવો આ અંગેની માહિતી સરકારના નિર્ણય બાદ કરવામાં આવશે

   ગુજરાતમાં હાલ કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીઓ મળ્યા છે પણ કોઈ પોઝીટીવ રિપોર્ટ આવ્યો નથી. જેથી તંત્રએ પણ હાશકારો લીધો છે. કોરોનાના ભયના કારણે રાજ્યમાં કેટલીક જગ્યાઓએ શાળા બંધ કરી દેવામાં આવી છે. જ્યારે કેટલીક જગ્યાએ કોરોના વાઈરસ અંગે સાવચેતીપૂર્ણ પગલાં ભરવા અને જાગૃતતા લાવવાના પ્રયત્નો થઈ રહ્યાં છે.

   આગામી સપ્તાહથી ઘણી સ્કૂલમાં ધોરણ-9 અને 11ના વર્ગોમાં શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવનાર હતું. જ્યારે બાકીના વર્ગોમાં શૈક્ષણિક કાર્ય માર્ચના ત્રીજા સપ્તાહથી શરૂ કરવામાં આવનાર હતું. પણ હવે સરકાર અને હેલ્થ વિભાગની એડવાઈઝરી જે આગળનો નિર્ણય લેશે તેના પર સમગ્ર મદાર છે.

(2:06 pm IST)