Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

વડોદરાના દાંડિયાબજારમાં ઘડિયાળના શો-રૂમમાંથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે 27 લાખનો ડુપ્લીકેટ ઘડિયાળનો જથ્થો જપ્ત કર્યો

વડોદરા: શહેરના દાંડિયાબજાર વિસ્તારમાં આવેલા ઘડિયાળના શોરૂમમાં ગઈ મોડી સાંજે ક્રાઈમ બ્રાંચની ટીમે છાપો મારી જુદી-જુદી કંપનીઓની બ્રાન્ડેડ ઘડિયાળોનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો.

દાંડિયા બજારથી માર્કેટ જતા મેઇન રોડ પર આવેલા ડાલસન ઘડિયાળના શોરૂમમાં ડુપ્લીકેટ ઘડિયાળોનો મોટો જથ્થો રાખવામાં આવતો હોવાની વિગતોને પગલે ડીસીપી જયદીપ સિંહ જાડેજાની સુચના મુજબ PSI એ બી મિશ્રા અને સ્ટાફના માણસોએ છાપો માર્યો હતો.

(5:49 pm IST)