Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

બાવળા નજીક ગાડીનું ટાયર ફાટતા અકસ્માત :વૃક્ષ બેઠેલા બે વિદ્યાર્થીઓને અડફેટે લેતા બંનેના મોત

 અમદાવાદઃ બાવળા નજીક ગાડીનું ટાયર ફાટતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં વૃક્ષની નીચે બઠેલે બે વિધ્યાર્થીનોએ ઠોકરે ચડાવતા બંનેના મોત થયા હતા બાવળા નજીક રામનગર પાટિયા પાસે પસાર થઈ રહેલી ગાડીનું ટાયર અચાનક ફાટતાં વૃક્ષ નીચે બેઠેલા બે વિદ્યાર્થીઓને અડફેટે લીધા હતા. અકસ્માતમાં ઇજા પામેલા બંને વિદ્યાર્થીનાં ઘટનાસ્થળે મોત થયાં છે.

મળતી વધુ વિગત મુજબ, અમદાવાદના બાવળાના રામનગર પાટિયા પાસેથી પૂરપાટ પસાર થઈ રહેલી ગાડીનું ટાયર ફાટતાં સામે બાજુ વૃક્ષ નીચે નાસ્તો કરી રહેલા બે વિદ્યાર્થીઓને અડફેટે લીધી હતા. ગાડીની ટકકરથી બંને વિદ્યાર્થીઓનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં છે. બન્ને વિદ્યાર્થીઓ ITIમાં અભ્યાસ કરતા હતા. માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી અકસ્માત મોતનો ગુનો નોંધી આગળીની કાર્યવાહી કરી રહી છે.

 

(1:03 am IST)