Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

સુરતના કતારગામમાં ચાર કરોડના હીરાની લૂંટ ;સનસનાટી ;ઘટના સીસીટીવીમાં કેદ

હીરાના વેપારી પાસેથી ચાર કરોડના હીરાનો થેલો આંચકીને બાઈક પર આવેલા ચારથી પાંચ શખ્શો ફરાર

 

સુરતઃ સુરતના કતારગામ વિસ્તારમાં ચાર કરોડના હીરાનું લૂંટની ઘટનાથી સનસનાટી મચી જવા પામી છે  હીરાના વેપારી પાસેથી રૂપિયા 4 કરોડના હીરાની લૂંટ ચલાવી લૂંટારૂઓ ફરાર થઈ ગયા છે. ફરિયાદીના જણાવ્યા મુજબ પાંચથી 6 શખ્સો બાઈક પર આવ્યા અને તેમની પાસેથી હીરા ભરેલો થેલો આંચકીને ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ઘટનાના સીસીટીવી પણ કેદ કર્યાં છે

  અંગે પ્રાપ્ત વિગત અનુસાર હીરાના વેપારી પાસેથી 6 લૂંટારાઓ બાઇક પર આવ્યા હતા અને તે વેપારી પાસેથી હીરાનો થેલો આંચકીને નાશી છૂટ્યા છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. પોલીસે આરોપીઓને પકડવા માટે સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી સઘન તપાસ હાથ ધરી છે

(1:00 am IST)