Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

નડિયાદ-આણંદ રોડ પર સળગાવાયેલું ઝાડ મૂળમાંથી એક્ટિવા ઉપર પડતા યુવકનું મોત :પિતા-બહેનને ઇજા

નડિયાદ :નડિયાદ - આણંદ રોડ પર કોઈએ સળગાવાયેલું ઝાડ ત્યાંથી પસાર થતા એક્ટિવા ઉપર પડતા એકનું મોત નીપજ્યું હતું જયારે બે ને ઇજા પહોંચી હતી

  આ અંગે ચકલાસી પોલીસ મથકેથી મળતી વિગત મુજબ નડિયાદ - આણંદ રોડ પર રાજહંસ સિનેમા પાસે ગઈરાત્રે ૧૦-૪૫ કલાકના સુમારે ઉત્તરસંડા ગામે રહેતા આદિલ નુરમહંમદ વોરા તેમના પિતા અને બહેન ફરહીનને એક્ટીવા પર લઈ પસાર થઈ રહ્યા હતા. ત્યારે આ રોડ પર અગાઉથી કોઈ અજાણી વ્યક્તિએ સળગાવેલું ઝાડ મુળમાંથી નીચે પડતાં એક્ટીવા પર સવાર ત્રણેય વ્યક્તિઓને ઈજા પહોંચી હતી.જેમને નડિયાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા જેમાંથી આદિલભાઈ નુરમહંમદ વોરાનું સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે પિતા અને બહેન હાલ નડિયાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઉલ્લેખનીય છ કે બહેનને નડિયાદ મુકવા જતા આ અકસ્માત થયો હતો. ચકલાસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

(12:43 am IST)