Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

પરીક્ષા શરુ થયાના એક કલાક પહેલા તમામ વર્ગખંડની ચકાસણી કરવા આદેશ

દાહોદ:બોર્ડની પરીક્ષામાં ચોરીથી શિક્ષણ બોર્ડ સ્કૂલના તમામ વર્ગની સઘન તપાસના આદેશ આપ્યા

 

દાહોદ જિલ્લાની સ્કૂલમાં બોર્ડની પરીક્ષા દરમિયાન ચોરીના મામલા બહાર આવ્યા બાદ શિક્ષણ બોર્ડ પરીક્ષાને લઈ સઘન તપાસના આદેશ આપતો પરિપત્ર જારી કર્યો છે જેમાં બોર્ડ દ્વારા સુચના અપાઈ છે કે પરીક્ષા શરૃ થયાના એક કલાક પહેલા કેન્દ્ર આપેલ હોય કે સ્કૂલના તમામ વર્ગખંડની ચકાસણી કરવામાં આવે છે.જેમાં મુખ્યત્વે જે વર્ગખંડને ઉપયોગમાં લેવામાં આવ્યા હોય તેની ખાસ ચકાસણી કરવાની બોર્ડે સુચના આપી છે. મુખ્યત્વે જે સ્કૂલમાં પરીક્ષા કેન્દ્ર આપેલ હોય તેવી સ્કૂલના મોટાભાગના વર્ગખંડને ઉપયોગમાં લેવામાં આવતા હોય છે પરંતુ તે સિવાયના એટલે કે, કોમ્પ્યુટર રૃમ, સ્ટાફ રૃમ, પ્રયોગ શાળા સહિતના રૃમની ચકાસણી કરવાનુ જણાવ્યુ છે.

   અંગે પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આખા રાજ્યમાં કુલ ૫૪૮૩ બિલ્ડીંગના ૬૦,૩૩૭ બ્લોકમાં ધોરણ.૧૦ અને ૧૨ની પરીક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જોકે બ્લોક ઉપરાંત પણ સ્કૂલોમાં ઘણા એવા વર્ગ હોય છે જેને ઉપયોગમાં લેવામાં આવ્યા નથી હોતા. અને પ્રકારના બિન ઉપયોગી વર્ગખંડોમાં બિન અધિકૃત વ્યક્તિઓ અથવા તો સાહિત્ય અગાઉથી પહોચતુ કરવામાં આવતુ હોવાની આશંકાઓ પણ બોર્ડને પ્રવર્તી હોવાનું જાણવા મળ્યું છે. જેને લઈ શિક્ષણ બોર્ડ દ્વારા પ્રકારના ઉપયોગમાં લેવાયા હોય તેવા વર્ગખંડની રોજેરોજ ચકાસણી કરવાનો આદેશ આપ્યો છે.

(12:19 am IST)
  • નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કોંગ્રેસના ધારાસભ્યો પ્રતાપ દુધાત, અમરીશ ડેરને ગૃહમાંથી ૩ વર્ષ માટે અને બલદેવ ઠાકોરને ૧ વર્ષ માટે સસ્પેન્ડ કરવાની દરખાસ્ત મૂકી છે access_time 6:16 pm IST

  • રાજસ્થાનની ચૂંટણી જીતવા કોંગ્રેસે બુથ મેનેજમેન્ટનો મોટો પ્લાન બનાવ્યોઃ લોકસભાની ચૂંટણી સમયે પણ ઉપયોગ કરવા સંભવ : 'શકિત' નામના ડીજીટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરી પક્ષના કાર્યકર્તાઓ અને મતદારોના આંકડા મેળવાશે access_time 10:38 am IST

  • ઉત્તરપ્રદેશમાં ભાજપને નામોશીઃ ફુલપુર અને ગોરખપુર લોકસભાની બંને બેઠકો અખિલેશ યાદવનો સમાજવાદી ૫૦ હજારથી મતથી ઐતિહાસિક વિજય મેળવી ચૂકયો છે : સપા- બસપાની જોડીનો વિજય નિશ્ચિત access_time 6:08 pm IST