Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

બનાસકાંઠા એસપી વિરુદ્ધ બેફામ ઉચ્ચારણો મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સામે ફરિયાદ

દારૂના હપ્તા લેવાનો આક્ષેપ કરી અડ્ડા બંધ નહીં કરે તો સોટી લઈને આવીશ કહી ધમકાવ્યા હતા

 

બનાસકાંઠા ::બનાસકાંઠાના એસપી વિરુદ્ધ બેફામ વાણીવિલાસ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની મુશ્કેલીઓમાં વધારો થયો છે. બનાસકાંઠાના એસપીએ અલ્પેશ ઠાકોર વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી છે. આસેડા ચૂંટણી સભામાં અલ્પેશ ઠાકોરે બનાસકાંઠાના એસપી વિરૂદ્ધ બેફામ ઉચ્ચારણો કર્યા હતા. તેમજ એસપી વિરૂદ્ધ દારુ મુદ્દે હપ્તા લેવાનો પણ ગંભીર આક્ષેપ કર્યો હતો. જેના પગલે એસપીએ આઇપીસીની કલમ 500 મુજબ અલ્પેશ ઠાકોર વિરૂદ્ધ ડીસા કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે.

 

   બનાસકાંઠામાં આઇપીએસ કક્ષાના અધિકારી દ્વારા ધારાસભ્ય પર બદનક્ષીની ફરિયાદનો પ્રથમ બનાવ છે. ત્યારે કોર્ટના જજ સીઆરપીસીની કલમ 202 મુજબ ઇન્કવાયરી કે ફરિયાદ મુદ્દે ગમે ત્યારે ન્યાયિક હુકમ કરી શકે છે

   બનાસકાંઠા જિલ્લામાં 15મી અેપ્રિલથી અંબાજીથી વ્યસનમુક્તિ અર્થે દારૂબંધી કરાવવા તમારી વચ્ચે અાવવાનો છું. મે અેવું સાંભળ્યું છે કે, તમારો ડીઅેસપી બહુ હપતા લે છે અેને અેવું છે કે બાપા બીજા નહીં અાવે પણ અા સવાયો બાપ અહીં અાવ્યો છે અને અેના હું છોતરા કાઢીશ. મારો બેટો ભોળો ચહેરો કરી લાખોના હપતા લે છે. ડીઅેસપીને કહેજો કે પપ્પા અાવ્યા છે અને અડ્ડા બંધ કરાવવાનું કહી ગયા છે.  નહીંતર સોટી લઇને અાવશે. અા વીડિયો વાયરલ થયા બાદ અેસપીઅે ફરિયાદ નોંધાવી છે.

(10:48 pm IST)