Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

કારના ચોરખાનામાં વિદેશી દારૂની હેરાફેરી :દમણથી નવસારી જતી કારના સીએનજી બોટલમાંથી 9 પેટી દારૂનો જથ્થો જપ્ત :વલસાડ સીટી પોલીસનો સપાટો

વલસાડ :કારના ચોરખાના મારફત દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે વલસાડ સિટી પોલીસ દ્વારા બાતમી આધારે 9 પેટી દારૂ પકડી પાડ્યો હતો. વલસાડ પોલીસે દમણથી નવસારી જતી એક કારની તપાસ કરતા કારની સીએનજી બોટલમાં સંતાડેલો દારૂ મળી આવ્યો હતો.પોલીસે એક આરોપી સાથે કાર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો

  વલસાડ સિટી પોલીસને બાતમી મળી હતી કે, એક કારમાં ચોરખાના બનાવી વિદેશી દારૂની ગેરકાયદે હેરાફેરી કરવામાં આવી રહી છે. જેથી પોલીસે વોચ ગોઠવી હતી. દરમિયાન કાર(GJ-15-CB-1509) પસાર થઈ હતી. અને પોલીસે કાર રોકી તપાસ કરી હતી. તપાસમાં કારમાં ચોરખાના મળી આવ્યા હતા. જેમાં વિદેશી દારૂની 9 પેટી દારૂનો જથ્થો પકડી લેવાયો હતો

(9:28 pm IST)