Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

જાહેરમાં રસ્તા પર લારીનું દબાણ હટાવવા વલસાડ પોલીસે કાર્યવાહી હાથ ધરી

વલસાડ:માં છેલ્લા કેટલાક સમયથી જાહેર રસ્તા પર લારીઓનું દબાણ વધી ગયું હતું. જેને લઇ ટ્રાફિક અને ગંદકીની સમસ્યા ઉભી થઇ હતી. પાલિકાએ મંગળવારે શહેરના ગીચ વિસ્તારમાંથી ૧૭ થી વધુ લારીઓ હટાવી હતી.

વલસાડ નગરપાલિકાના સેનેટરી અને ફાયર વિભાગના સ્ટાફે મંગળવારે બપોર બાદ શહેરના ટ્રાફિકથી ધમધમતા કલ્યાણ બાગ, બેચર રોડ, આવાબાઇ સ્કૂલ વગેરે વિસ્તારમાં ઉભી રહેલી ૧૭થી વધુ લારીઓ હટાવી દીધી હતી. નાના ફેરીયાઓની લારી જપ્ત કરતાં લારી-ગલ્લાવાળાઓમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. હાલ પાલિકાના સ્ટાફે આ લારીઓ વોટર વર્કસ પર મુકી દીધી છે. જેને છોડાવવા માટે ફેરિયાઓ દોડધામ શરૃ કરી છે.

શહેરમાં ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં જ્યાં ત્યાં લારી ઉભી રહેતાં ટ્રાફિક અને પાર્કિંગનો મોટો પ્રશ્ન ઉપસ્થિત થતો હોય છે. જેને લઇ લોકો ભારે પરેશાન થાય છે. ત્યારે ટ્રાફિકનો પ્રશ્ન હલ કરવા પાલિકાએ આ લારીઓ હટાવવાની ઝુંબેશ હાથ ધરી છે પણ બે દિવસ બાદ આ જ લારીઓ ફરીથી જ્યાં ને ત્યાં ઉભી થઇ જવાનું સામાન્ય બની ગયું છે.

(7:07 pm IST)