Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

સોનગઢમાં આરટીઓ પોલીસે 8 ગાયોને લઇ જતા આઇશર ટેમ્પાને રંગે હાથે અટકાવ્યો

તાપી:જિલ્લાના સોનગઢ ખાતે નવા આરટીઓ પાસે પોલીસે ૮ ગાય ભરીને મહારાષ્ટ્ર તરફ જતો આઈસર ટેમ્પો ઝડપી પાડયો હતો. પોલીસને જોતા ટેમ્પો ચાલક કુદીને ભાગી ગયો હતો. સોનગઢ નવા આરટીઓ નજીક બપોરના સમયે પોલીસે ને.હા.નં.-૫૩ પર મહારાષ્ટ્ર તરફ જતા વાહનોનું ચેકીંગ શરૃ કર્યુ હતું.

તે સમયે પુરઝડપે આવેલા આઈસર ેટેમ્પો (નં.-જીજે-૧૮-ટી-૨૩૩૧) આવતા પોલીસનું ચેકીંગ જોતા ચાલક ટેમ્પો મુકી ભાગી ગયો હતો. જ્યારે ટેમ્પામાં બેઠેલા નાનુ દેસાભાઈ ભરવાડ (રહે-પાળીયા ગામ, ભરવાડ ફળિયું, તા.વલભીપુર, જિ. ભાવનગર)ને પોલીસે પકડી લીધો હતો. પોલીસે ટેમ્પાની તલાશી લેતા ૮ ગાય ટૂકા દોરડા વડે ખીચોખીચ બાંધી ઘાસચારા કે પાણીની સગવડ ન હતી.

મહારાષ્ટ્ર રાજ્ય તરફ લઈ જવાની કે ગાયની હેરાફેરી કરવાના પ્રમાણપત્રો ન મળતા પોલીસે અજાણ્યા ટેમ્પા ચાલક અને નાનુ ભરવાડ વિરુધ્ધ પશુઘાતકીપણાના કાયદા હેઠળ ગુનો નોંધી ટેમ્પા ચાલકને વોન્ટેડ જાહેર કરી ૮ ગાયને પાંજરાપોળમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે.

(7:07 pm IST)