Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

અમદાવાદ-વડોદરા હાઇવે પર પોલીસે બાતમીના આધારે ટ્રકમાંથી 11 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો

નડિયાદ: નજીકથી પસાર થતાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપરથી  એક આઈસર ટ્રકમાંથી વિદેશી દારૃ મળી આવ્યો છે. આ ટ્રકમાં  વિદેશી દારૃ વોશીંગ મશીનની આડમાં લઈ જવાતો હતો. પોલીસે વિદેશી દારૃ સહિત ૫૪ નંગ વોશીંગ મશીન અને આઈસર ટ્રક સહિત ચાલકની અટકાયત કરી છે. આ બનાવમાં પોલીસે કુલ રૂ.૧૧,૦૪,૭૧૮/-નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
ગત્ રાત્રે આ હાઈવે ઉપર ઉપરોક્ત ગામની સીમમાં વડોદરા તરફથી આવતી આઈસર ટ્રક નં.જી.જે.૨૭ટી.૬૬૩૮ને એસ.ઓ.જી પોલીસે અટકાવી હતી. ત્યાર બાદ પોલીસે આ ટ્રકના પાછળના ભાગે બાંધેલ તાડપત્રી ઉંચી કરી જોતા તેમાં વોશીંગ મશીન હતા. સધન તલાસી લેતા વોશીંગ મશીનની આડમાં છુપાવેલ વિદેશી દારૃની બોટલ નંગ ૨૬ કિંમત રૂ.૨૭,૨૦૦/-નો દારૃ મળી આવ્યો હતો.

(7:04 pm IST)