Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

મહેસાણાના અગમ્ય કારણોસર પરિણીતાએ ઝેર ગટગટાવ્યું

મહેસાણા:ના હીરાનગર વિસ્તારમાં એક પરિણીતાએ ઝેરી દવા પીધી હતી. જયારે વિસનગર ના જેતલવાસણાના એક આધેડને ઝેરી દવાની અસર થઈ હતી. આ બંનેને મહેસાણા સીવીલમાં સારવાર અપાઈ હતી.
મહેસાણાના હીરાનગર વિસ્તારમાં રહેતી વૈશાલીબેન નામની એક પરિણીતાએ વહેલી સવારે ઝેરી દવાની ગોળીઓ ખાઈ આત્મહત્યાની કોશીષ કરી હતી. આ અંગેની જાણ પરિવારને થતા તેઓએ તાત્કાલીક સીવીલમાં સારવાર અર્થે ખસેડાઈ હતી. સીવીલમાં ત્વરીત સારવાર મળી રહેતા તેણીની તબીયત સુધારા પર રહેવા પામી હતી.
આ મામલે શહેર એ ડીવીઝન પોલીસને સીવીલમાં ફરજ પરના પોલીસ કર્મચારીએ જાણ કરી હતી. જયારે વિસનગરના જેતલવાસણાના પપ વર્ષીય જયંતીભાઈ સોલંકીને મંગળવારના રોજ જંતુનાશક દવાની અસર થતા મહેસાણા સીવીલમાં તેમને પણ સારવાર અપાઈ હતી. જયાં તાત્કાલીક સારવાર મળી રહેતા તેમનો જીવ બચી જવા પામ્યો હતો. આ અંગે સીવીલમાં ફરજ પરના પોલીસ કર્મીએ સબંધીત પોલીસ મથકે જાણ કરી વધુ તપાસની તજવીજ હાથ ધરી હતી.

(7:03 pm IST)