Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

મહેસાણા-ચાણસ્મા હાઇવે પર 24 કલાકમાં અકસ્માતની ત્રણ ઘટનામાં ચાર શખ્સોના મોત

પાટણ:જિલ્લાના મહેસાણા-ચાણસ્મા હાઈવે તેમજ રાધનપુર હાઈવે પર  ર૪ કલાકમાં માર્ગ અકસ્માતની ત્રણ ઘટનામાં  ચાર વ્યકિતના મોત નિપજ્યા છે.   
વારાહી ટોલનાકા પાસે મંગળવારની વહેલી સવારે એક  અકસ્માત સર્જાયો હતો. જેમાં અજાણ્યા યુવકનુ મોત થયુ હતુ.  વારાહી ટોલનાકા નજીક એક ટ્રક ડ્રાઈવરની ટ્રકની પાછળના ભાગે એક અજાણ્યો યુવક આશરે ૩પ વર્ષનો આવી જતા  મોત થયુ હતુ અને ટ્રક ચાલક ટ્રક મુકીને ફરાર થઈ ગયો હતો.  અકસ્માતમાં ટ્રક ડ્રાઈવરને બમ્પ હોવાનુ  લાગ્યુ હતું.
બીજા અકસ્માતમાં રાધનપુર-ભાભર હાઈવે રોડ નજીક મોટીમ્બાના પાટીયા પાસે થયો હતો. જેમાં અજાણ્યા વાહન ચાલકે પોતાનુ વાહન પુરઝડપે ગફલતભરી રીતે હંકારીને રઘુભાઈ મોહનભાઈ ઠાકોર (ઉ.વ.૩પ રહે. અમરતનગર) (સીનાડ)વાળાનુ મોત નિપજાવી ફરાર થઇ ગયો હતો. આ અંગે મૃતકના ભાઈ ધનાભાઈએ અજાણ્યા વાહન ચાલક સામે રાધનપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપી હતી અને એક અકસ્માતમાં ચાણસ્મા મહેસાણા હાઈવે પર ધીણોજ ગામ નજીક વળાંકમાં થયો હતો.
જેમાં એક કાર અકસ્માતમાં બે વ્યકતિના મોત થયા હતા.મૃતકના નામોમાં નિકુજ વિષ્ણુભાઈ લીમ્બાચીયાનુ મોત થયુ હતુ અને આ અંગે મૃતકના સગા મહુલભાઈ ચંદ્રકાન્તભાઈ રાવળે રણાસાવાળાએ ગાડી ચાલક કૃણાલભાઈ રહે. સુરતવાળા વિરૃધ્ધ ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપી હતી.

(7:02 pm IST)