Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

ટમેટાના ખેડૂતોની હાલત ખરાબઃ ટમેટા પશુઓને ખવડાવી દેવા પડે છે

અમદાવાદઃ શીયાળાની સીઝનમાં જયારે ૮૦રૂ. કિલો ટમેટાનું વેચાણ થતુ હતુ, ત્યારે હવે ઉનાળો શરૂ થતા જ ટમેટાના ભાવ ગગડીને ૧ કે ૧.૫ રૂ.કિલો થઈ જતા ટમેટાની ખેતી કરતા ખેડૂતો હવે ટમેટાના પાકને કાં તો રસ્તા, ઉપર ફેંકી દે છે અથવા પશુઓને ખવડાવી આપે છે. આણંદ જીલ્લાના સામરખા ગામમાં ખેડૂતો દ્વારા હજારો એકર જમીનમાં ટમેટાના પાક લેવામાં આવ્યો છે. બી થી લઈને મજૂરી સુધી મોટા ખર્ચ કર્યા બાદ વેચાણ વખતે ભાવ ઓછા થવાથી ખેડૂતોની સ્થિતી ખરાબ બની ગઈ છે.

ટમેટાના ભાવમાં જબ્બર ઘટાડો થતા ખેડૂતોનો ખર્ચ પણ નથી નિકળી રહયો. ખેતરથી એક કેરેટ ટમેટા માર્કેટ સુધી પહોંચાડવાનો ખર્ચ ૬૦- ૭૦ રૂ. થાય છે. પણ આ કેરેટને વેચતા માંડ ૪૦- ૪૫ રૂ. મળે છે. જેથી ખેડૂતને દર કેરેટ ઉપર ૧૫ થી ૨૫ રૂ.ની

જયારે વેપારીઓ ખેડૂત પાસેથી ૧ કે ૧.૫ રૂ. કિલોના ભાવે ટમેટા ખરીદી ગ્રાહકોને ૧૦ થી ૧૫ રૂ. કિલોના ભાવે વેચે છે. આવામાં ખેડૂતોનો મજૂરી ખર્ચ પણ નિકળી રહયો નથી. અખીલ ભારતીય કિશાન એસોસીએશનના પ્રદેશ અધ્યક્ષ રવિ પટેલે આરોપ લગાવ્યો છે કે સરકાર પાકની રક્ષા કરવામાં અસફળ રહી છે, જેને કારણે ખેડૂતોને આર્થીક નુકશાન વેઠવું પડી રહયું છે. એવામાં સરકારે ઝડપથી કાર્યવાહી કરી ખેડૂતોને યોગ્ય વળતર આપવું જોઈએ. ખેડૂતોએ સરકાર પાસે એવી પણ માંગણી કરી છે કે અન્ય પેદાશોની જેમ ટમેટાને પણ સમર્થન મુલ્યથી ખરીદે તો અમને થોડી રાહત મળી શકે.

(4:53 pm IST)