Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

સંધાર ટેકનોલોજીસ લિ.નો આઈપીઓ ૧૯મીના રોજ ખુલશે, ૨૧મીએ બંધ

અમદાવાદઃ સંધાર ટેકનોલોજીસ લિમિટેડએ ૧૯ને સોમવારનાં રોજ રૂ.૧૦ની ફેસ વેલ્યુ ધરાવતા ઈકિવટી શેરનો આઈપીઓ લાવવાની દરખાસ્ત રજૂ કરી છે. જેમાં કુલ રૂ.૩,૦૦૦ મિલિયનના નવા શેર તથા જીટીઆઈ કેપિટલ બીટા પ્રાઈવેટ લિમીટેડનાં ૬૪,૦૦,૦૦૦ ઈકિવટી શેરનાં વેચાણની ઓફર સામેલ છે. જે ફ્રેશ ઈશ્યુ સાથે સંયુકતપણે છે. આઈપીઓની પ્રાઈઝ બેન્ડ ઈકિવટી શેરદીઠ રૂ.૩૨૭ થી રૂ.૩૩૨ નકકી કરવામાં અવી છે. ઈશ્યુ લઘુતમ ૪૫ ઈકિવટી શેર માટે અને પછી ૪૫ ઈકિવટી શેરનાં ગુણાંકમાં થઈ શકશે. ઓફરનાં લુક રનિંગી લીડ મેનેજર્સ આઈસીઆસીઆઈ સીકયોરિટીઝ લિમિટેડ અને એકિસસ કેપિટલ લિમીટેડ છે. ઈશ્યુ ૨૧મીના બુધવારે બંધ થશે.

(4:51 pm IST)