Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

ઉમા વિશ્વ વિદ્યાલયના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

અમદાવાદઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ડ્રીમ પ્રોજેકટને સમગ્ર દેશમાં લોકો દ્વારા ઉપાડી લેવામાં આવ્યો છે તે અંતર્ગત અમદાવાદ જિલ્લાના બારેજા ખાતે આવેલ ઉમા વિશ્વ વિદ્યાલય ખાતે ધો.૮ (ગુજરાત તથા અંગ્રેજી) માધ્યમના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. તેમાં વિવિધ રાજયના નૃત્ય, ડાન્સ, ફિંગર આર્ટસ તથા બેટી બચાઓ, બેટી પઢાઓના સંદેશ તેમજ સ્વચ્છતા આધારિત નાટકને બાળકો દ્વારા રજુ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગુ શાળાના સંચાલક ધ્રુવિ પારેખ તથા આચાર્ય મેઘા પરાસરે બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.

(4:50 pm IST)
  • વિશ્વ બેન્કે ૨૦૧૯ના નાણાકીય વર્ષ માટે ભારતનો જીડીપી વિકાસદર ૭.૩ ટકા રહેશે તેવી જાહેરાત કરી છે access_time 6:07 pm IST

  • દુબઈની રાજકુમારી શેખ લાતિફા ગોવાથી લાપત્તા : દુબઈની રાજકુમારી અને શેખ મોહમ્મદ બિન રાશિદ સઈદ અલ મકતૌમની પુત્ર શેખ લાતિફા (ઉ.વ.૩૨) ગોવાથી લાપત્તા થઈ હોવાના અહેવાલો : ઉલ્લખનીય છે કે, આ અગાઉ લાતિફાને ઘરમાંથી ભાગવાની કોશિશ કરવાના આરોપમાં ત્રણ વર્ષ સુધી પૂરીને રાખવામાં આવી હતી : તેના તુરંત બાદ જ તે અમેરીકામાં રાજનૈતિક શરણ લેવા ઈચ્છતી હતી access_time 4:20 pm IST

  • નરેન્દ્રભાઈને પત્ર લખી મળવાનો સમય માગતા તોગડીયા : વિહપીના આંતરરાષ્ઠ્રીય પ્રમુખ ડો. પ્રવિણભાઈ તોગડીગયાએ નરેન્દ્રભાઈને પત્ર લખી મળવાનો સમય માગ્યો છે : પત્રમાં લખ્યુ છે કે આશા રાખુ છુ કે આ પત્રનો સરકારી રાહે જવાબ નહિં આવે, એક વિખૂટો પડેલ મિત્ર ફોન ઉઠાવીને વાત કરીને મળવાનો સમય નક્કી કરશે access_time 6:15 pm IST