Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

વડોદરાના યુવાન પાસેથી ઓસ્ટ્રલિયન ચલણ સહિત વિવિધ વિદેશી કરન્સી લૂંટની નિકળ્યાનો ધડાકો

પોલીસ કમિશ્નર મનોજ શશીધરનાં માર્ગદર્શનમાં પી.એસ.આઇ. કે. એન. લાઠિયાએ ભેદ ખોલ્યો

રાજકોટ તા.: વડોદરાના પોલીસ કમિશ્નર મનોજ શશીધર દ્વારા તાજેતરમાં વડોદરા શહેરને ક્રાઇમ ફ્રી બનાવવા ચાલતા અભિયાન અંતર્ગત અધિક પોલીસ કમિશ્નર, ડી.સી.પી. તથા એ.સી.પી. વિ.ની ઉપસ્થિતિમાં ઘડાયેલ રણ નીતિ મુજબ ગોરવા પી.આઇ. આર. એસ. ડોડિયા સાથે ચર્ચા કરી પી.એસ.આઇ. કે. એન. લાઠિયાએ પોતાના બાતમીદારોને કામે લગાડતાં વિદેશી ડોલર સાથે એક યુવાનને ઝડપી વિદેશી ડોલર કયાંથથી લાવ્યો તેની તપાસમાં રસપ્રદ હકિકતો બહાર આવેલ.

 

સુત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ રાજકોટના ક્રાઇમ બ્રાંચ પી.એસ.આઇ. તરીકે તત્કાલીન પોલીસ કમિશ્નર મોહન ઝાના માર્ગદર્શન હેઠળ અનેક અટપટા ગુન્હાઓનો ભેદ ઉકેલનાર પી.એસ.આઇ. કે. એન. લાઠિયાએ ચોકકસ માહિતી આધારે વિદેશી ડોલર સાથે ઝડપેલ યુવાનની તલાસી લેતા ઓસ્ટ્રલિયન ચલણ સાથે વિવિધ વિદેશી કરન્સી મળી આવી હતી.

પી.એસ.આઇ. કે. એન. લાઠિયાએ આગવી ઢબે પૂછપરછ કરતાં આ યુવાને ૬ર વર્ષના એક નિવૃત શિક્ષિકાને હું તમારો સ્ટુડન્ટ છું કહી પાણી પીવાનાં બહાને ઘરમાં ઘુસી ઓસ્ટ્રલિયન ચલણ સહિત ૧.૪ર લાખની લૂંટી હતી. વૃધ્ધા સાથે ઝપાઝપી કરી બંગડીઓ તથા તિજુરીમાંથી રપ હજાર લૂંટયાનું કબુલેલ. પોલીસની આ ત્વરીત કામગીરીથી સિનિયર સિટીઝનો ખુશખુશાલ બની પોલીસ કમિશ્નર સમક્ષ પોતાની કામગીરી બિરદાવી હતી.

(12:54 pm IST)