Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

બીટકોઈન મામલે શૈલેષ ભટ્ટ પાસેથી સીબીઆઈ અધિકારીએ પાંચ કરોડ કટકટાવ્યા!!:સીઆઇડીને મળ્યા સાક્ષી અને પુરાવા

સીબીઆઈને પૈસા ચૂકવવા માટે આંગડિયા દ્વારા પૈસા ગાંધીનગર આવ્યા હતા.

અમદાવાદ ;બીટકોઈન મામલે રોજબરોજ નવા ચોંકાવનારા ખુલાસા થઇ રહ્યાં છે જેમાં સુરતના બિલ્ડર અને અમરેલીના વતની શૈલેષ ભટ્ટ ઉપર બિટકોઈનનો કેસ કરવાની ધમકી આપી પહેલા સીબીઆઇના અધિકારીએ પાંચ કરોડ રોકડા કટકટાવ્યા હોવાનું બહાર આવ્યું છે ત્યાર બાદ અમરેલી પોલીસે 12 કરોડના બિટકોઇન લઈ લીધા હતા.આ મામલે શૈલેષ ભટ્ટ ખોટું બોલી રહ્યા છે તેવો  આરોપ થઈ રહ્યો હતો અને સીઆઇડી પણ તેમની ઉપર ભરોસો કરવા તૈયાર નહોતી.પરંતુ હવે સીઆઇડીને કેટલાંક સાક્ષી અને પુરાવા મળ્યા છે.જેમાં સીબીઆઈને પૈસા ચૂકવવા માટે આંગડિયા દ્વારા પૈસા ગાંધીનગર આવ્યા હતા તેવી વિગતો મળી છે .

  શૈલેષ ભટ્ટે સીઆઇડીને આપેલી ફરિયાદ મુજબ સીબીઆઈ અધિકારી સુનિલ નાયરને તેમની ઓફિસમાં 50 લાખ ગત તા. 6 ફેબ્રુઆરીના રોજ ચૂકવાય હતા અને 9 ફેબ્રુઆરીના રોજ સાડા ચાર કરોડ ચૂકવાય હતા.ત્યારે ખરેખર આવો કોઈ વ્યવહાર થયો છે કે નહીં તે તપાસવા માટે સીઆઇડી દ્વારા આંગડિયા પેઢીના કર્મચારીને બોલાવવવામાં આવ્યા હતા. જેમાં કેટલીક મહત્વની જાણકારી મળી હતી.

   આંગડિયા પેઢીના કર્મચારીના નિવેદન પ્રમાણે શૈલેષ ભટ્ટ દ્વારા સુરતની પી.વિજયકુમાર પેઢીમાં 2 ફેબ્રુઆરીમાં 14 કરોડ મુંબઈના પી ડી.જાડેજાના નામે મોકલવામાં આવ્યા હતા,તે પૈકી રૂપિયા ચાર કરોડ 8 ફેબ્રુઆરી અને 60 લાખ 9 ફેબ્રુઆરીના રોજ ગાંધીનગરમાં ચૂકવવવામાં આવ્યા હતા. આમ સાડા ચાર કરોડ શૈલેષ ભટ્ટે ગાંધીનગર મંગાવ્યા હોવાના પુરાવા મળ્યા છે.

 ગાંધીનગરમાં આ પૈસા શૈલેષ ભટ્ટના ભાગીદાર કિરીટ પાલડીયા પોતાની કારમાં મૂકી સુનિલ નાયરને ઘરે ગયા હતા. હવે સીઆઇડીએ પાલડીયા અને નાયર વચ્ચેના સંબંધો પ્રસ્થાપિત કરવાના છે. બીજી તરફ શૈલેષ ભટ્ટ કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથસિંહ સમક્ષ રજુઆત કરવા દિલ્હી પહોંચ્યા છે. તેઓ ગાંધીનગર આવી સીઆઇડી સામે પોતાનો વધારાનો જવાબ રજૂ કરશે.

(10:06 am IST)