Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

''અમે દારૂ વેચશું જ ''મહિલા બુટલેગરે રોકડું પરખાવ્યું ! છારાનગરમાં રોજ બે શિફ્ટમાં દરોડા પાડવા આદેશ

કોઈપણ ભોગે કુબેરનગર, છારાનગર, સરદારનગરમાંથી દારુનું દૂષણ દૂર કરવા માટે આદેશ

અમદાવાદ :તાજેતરમાં અમદાવાદના ડીઆઇજી અશોક યાદવને એક મહિલા બુટલેગરે અમે દારુ જ વેચીશું તેમ મોઢેમોઢ કહેતા મામલો ચર્ચાસ્પદ બન્યો હતો તેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.ત્યારબાદ પોલીસ દ્વારા છારાનગર, સરદારનગર સહિતના વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા હતા.હવે રાજ્યના ડીજીપી શિવાનંદ ઝા એ દારુબંધી કડક બનાવવા છારાનગરમાં દિવસમાં બે શિફ્ટમાં રેડ પાડવા આદેશ કર્યો છે

  રાજ્યના કાયમી ડીજીપી બન્યા બાદ શિવાનંદ ઝાએ પોલીસ અધિકારી અને પોલીસકર્મીઓને સાપ્તાહિક પરેડમાં હાજર રહેવા અને ડ્રેસ પહેરવાના આદેશ આપ્યા બાદ હવે દારુબંધીના કડક અમલ માટે આદેશ આપ્યા છે. ડીજીપી શિવાનંદ ઝાએ અમદાવાદ પોલીસ કમિશ્નરને પત્ર લખી કુબેરનગર, છારાનગરમાં સતત દરોદા પાડવા સૂચના આપી છે. સાથે જ સેક્ટર 2 ના એડિશનલ કમિશ્નરને સુપરવિઝન રાખવા આદેશ કર્યો છે. ડીજીપી શિવનંદ ઝા દ્વારા કોઈપણ ભોગે કુબેરનગર, છારાનગર, સરદારનગરમાંથી દારુનું દૂષણ દૂર કરવા માટેના આદેશ આપી દેવાયા છે
  અત્રે ઉલ્લેખનીય છે કે ગત 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના પ્રસંગે જ્યારે અમદાવાદના ડીઆઇજી અશોક યાદવ મહિલા બુટલેગરોને દારુની બદી દૂર કરવા સમજાવી રહ્યા હતા ત્યારે એક મહિલા બુટલેગર આવી હતી અને રોષ વ્યક્ત કરતા કહ્યું હતું કે અમે દારુ વેચતા હતા અને વેચીશું. અમારા બાળકોને કોઈ નોકરી આપતુ નથી. દારુ વેચવા સિવાય અમારી પાસે બીજો કોઇ રસ્તો નથી. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયલર થયા બાદ પણ છારાનગરમાં દરોડાની કાર્યવાહી કરાઇ હતી. જ્યાર બાદ હવે ડીજીપી દ્વારા દારુબંધીના કડક અમલ માટે આદેશ અપાયા છે.

(10:45 pm IST)