Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

અમદાવાદની ગ્લોબલ મીશન સ્‍કૂલ બંધ કેમ કરી દીધી? : પીઅેમઓઅે ચીફ સેક્રેટરી પાસે જવાબ માંગ્યો

અમદાવાદઃ અમદાવાદમાં ગોધાવીની ગ્લોબલ મિશન સ્કૂલ દ્વારા ગુજરાતી માધ્યમની સ્કૂલ બંધ કરવાના નિર્ણય મામલે પીએમઓએ ગુજરાતના ચીફ સેક્રેટરીને આ મામલે જવાબ આપવા આદેશ આપ્યો છે. ગુજરાતી માધ્યમની સ્કૂલ બંધ થતા વાલીઓએ પીએમઓમાં અરજી કરી હતી. જેનો પીએમઓએ વળતોએ જવાબ આપી ગુજરાતના ચીફ સેક્રેટરીને જવાબ આપવા આદેશ આપ્યો છે. સાથે જ જવાબની કોપી પોર્ટલ પર પણ મુકવાનો આદેશ કરાયો છે. વાલીઓએ આ નિર્ણયને મનસ્વી ગણાવીને છેક પીએમઓ સુધી રજૂઆત કરી હતી.

(9:08 pm IST)