Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

૧૮મીથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભઃ માતાજીની સાધના માટે ઘટ સ્થાપનના શુભ મુર્હુતો

અમદાવાદઃ વર્ષમાં ચાર વાર નવરાત્રી આવે છે. અષાઢ અને માગસર મહિનાના શુક્લ પક્ષમાં આવનારી નવરાત્રી ગુપ્ત નવરાત્રી કહેવાય છે. ગુપ્ત નવરાત્રી ઉજવાતી નથી, જો કે તંત્ર સાધના કરનારા લોકો ગુપ્ત નવરાત્રીને ખૂબ મહત્વ આપે છે. તાંત્રીકો દ્વારા આ દરમિયાન દેવીની સાધના કરવામાં આવે છે. શરદ ઋતુમાં આવનારી નવરાત્રીને શારદીય નવરાત્રી કહે છે. વસંત ઋતુમાં આવનારી નવરાત્રીને વાસંતી નવરાત્રી પણ કહે છે. આ વર્ષે ચૈત્ર નવરાત્રી 18 માર્ચથી 26 માર્ચ સુધી રહેશે. આ વર્ષે ચૈત્ર નવરાત્રીની વિશેષતા એ છે કે તે 8 દિવસની રહેશે, કારણ કે અષ્ટમી-નવમી તિથિ એક સાથે છે.

માતા દુર્ગાનું વાહન

નવરાત્રના નવ દિવસમાં માતા દુર્ગાનું વાહન શું રહેશે, શાસ્ત્રોમાં આ વિશે નિયમ છે..

'शशिसूर्ये गजारूढ़ा शनिभौमे तुरंगमे

गुरौ शुक्रे दोलायां बुधे नौका प्रकीर्ति्तता।।'

હાથી પર આવશે માતા દુર્ગા

તેનો અર્થ એ છે કે નવરાત્રી રવિવાર કે સોમવારે શરૂ થતા માતા દુર્ગા હાથી પર સવાર થઈને આવશે. શનિવારે અને મંગળવારે માતા ઘોડા પર સવાર થઈને આવે છે. ગુરુવારે અને શુક્રવારે માતા પાલકીમાં આવે છે અને બુધવારે માતા દુર્ગા નાવડીમાં સવાર થઈને આવે છે. આ વર્ષે પેહલી નવરાત્રી રવિવારે આવી રહી છે, જેથી માતા દુર્ગા હાથી પર સવાર થઈને આવશે.

ઘટ સ્થાપના મુહૂર્ત

મુહૂર્ત વૃષભ લગ્ન એક સ્થિર લગ્ન છે, જેથી વૃષભ લગ્નમાં કળશ સ્થાપિત કરવું વધુ શુભ રહેશે. વૃષભ લગ્ન સવારે 9:30 મિનિટથી 11:15 મિનિટ સુધી રહેશે. આ શુભ કાર્યકાળમાં કળશની સ્થાપના કરવાથી લાભ થશે.

ચૈત્ર નવરાત્રની તિથિ

18 માર્ચ (રવિવાર), ઘટ સ્થાપના અને મા શૈલપુત્રીનું પૂજન

19 માર્ચ (સોમવાર), માતા બ્રહ્મચારિણીનું પૂજન

20 માર્ચ (મંગળવાર), માતા ચંદ્રઘંટાનું પૂજન

21 માર્ચ (બુધવાર), માતા કુષ્માંડાનું પૂજન

22 માર્ચ (ગુરુવાર), માતા સ્કંદમાતાનું પૂજન

23 માર્ચ (શુક્રવાર), માતા કાત્યાયનીનું પૂજન

24 માર્ચ (શનિવાર), માતા કાલરાત્રી પૂજા, માતા મહાગૌરી પૂજા, દુર્ગા અષ્ટમી

25 માર્ચ (રવિવાર), 2018 રામ નવમી

26 માર્ચ (સોમવાર), 2018 નવરાત્રી પારણા

(4:52 pm IST)