Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

હવે મેટ્રોમાં પાર્ટીની મોજ પણ માણી શકશો:પ્રિ વેડિંગ શૂટ ય કરાવી શકાશે: GMRCLની મહત્વની જાહેરાત

શણગારેલા કોચમાં જન્મદિવસ મનાવવાના 20,000 રૂપિયા ચુકવવાના રહેશે

 

અમદાવાદ :કેન્દ્ર સહિત ગુજરાત સરકારનાં મહત્વકાંક્ષી મેટ્રો પ્રોજેકટની પૂર્ણ થવાની રાહ જોવામાં આવી રહી છે. લોકો આતુરતાથી હવા સાથે વાતો કરતી આ ટ્રેનમાં સવાર થવાની રાહમાં છે. ત્યારે મેટ્રોને લઇને એક રોમંચક જાહેરાત કરવામાં આવી છે.

 મેટ્રોમાં પાર્ટીની મોજ પણ માણી શકશો. GMRCL દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે, અને એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. હવે મેટ્રોના કોચમાં મહત્વનાં દિવસોની યાદ અને ઉજ્વણીને માણી શકશો તો પ્રિ વેડિંગ શૂટ પણ કરાવી શકાશે. જન્મદિવસની ઉજવણી માટે 50 મિનિટના 8,000 ચૂકવવાના રહેશે. અને જો ત્રણ કોચમાં જન્મદિવસ ઉજવવા માગતા હો  તો 1 કલાકના 15,000 ચૂકવવાના રહેશે. તેમજ શણગારેલા કોચમાં જન્મદિવસ મનાવવાના 20,000 રૂપિયા ચુકવવાના રહેશે 

(12:34 am IST)
  • આવતીકાલ 14 ફેબ્રુઆરીના રોજ પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના જન્મદિવસ નિમિતે સરકારની ભેટ : પ્રવાસી ભારતીય ભવનનું નામ સુષ્મા સ્વરાજ ભવન રાખ્યું : વિદેશ સેવા સંસ્થાનનું નામ સુષ્મા સ્વરાજ વિદેશ સેવા સંસ્થાન રાખ્યું : બંને ભવનો ઉપર બોર્ડ લગાવાઈ ગયા access_time 8:05 pm IST

  • જમ્મુ કાશ્મીરની સ્થિતિ બિલકુલ નોર્મલ છે : જેને જવું હોય તે સપરિવાર જઈ શકે છે : યશવંત સિંહા અને અરુણ શૌરી પણ જઈ આવ્યા છે : ગૃહમંત્રી અમિત શાહ access_time 9:05 pm IST

  • કાશ્મીરીઓને પણ ભારતના અન્ય નાગરિકો જેવા જ સમાન અધિકારો મળવા જોઈએ : નજરકેદ રખાયેલા કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉંમર અબ્દુલ્લાની બહેન સારા અબ્દુલ્લાની પત્રકારો સાથે વાતચીત access_time 7:50 pm IST