Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

બાયડથી અપહરણ કરાયેલ સગીરાનો વાત્રક નદીમાંથી લાશ મળતા ચકચાર : પરિવારજનોએ હોબાળો મચાવ્યો

ભગાડનાર યુવકની અટકાયત કરવા માંગ : સગીરાનો મૃતદેહ સ્વીકારવા ઇન્કાર

 

અરવલ્લી : રાજ્યમાં બેટી બચાવોના નારા વચ્ચે બાયડથી અપહરણ થયેલી સગીરાનો મૃતદેહ વાત્રક નદીમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ગત 7 ફેબ્રુઆરીનાં દિવસે ચોઇલાનાં યુવાન દ્વારા તરૂણીનું અપહરણ કરાયું હતું સગીરાનાં પરિવારમાં ભારે આક્રોશ ફેલાયો છે સગીરાને ભગાડી જનાર યુવકની અયકાયત કરવાની માંગ સાથે તેના સમગ્ર પરિવાર દ્વારા હોબાળો મચાવ્યો છે બાયડ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરીને સગીરાને ભગાડનાર યુવકની અટકાયત કરવા માંગ કરવામાં આવી રહી છે

 

   પરિવાર દ્વારા સગીરાનાં મૃતદેહને સ્વિકારવાની પણ ઇન્કાર કરાયો છે ,ઉપરાંત સગીરાનું પોસ્ટ મોર્ટમ નહી થવા દેવા માટે પણ પરિવાર મક્કમ છે. ઘટનાને પગલે માત્ર પોલીસ સ્ટેશન પરંતુ ગામમાં પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હાલ તો સમગ્ર મુદ્દે ગામમાં પણ તણાવની સ્થિતી છે. પોલીસ સામે પણ લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. પોલીસ દ્વારા યોગ્ય પાસ નહી થઇ હોવાનાં આક્ષેપો સાથે પરિવાર સહિત સમાજનાં લોકો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો છે.

(11:28 pm IST)
  • વડાપ્રધાન વારાણસી આવવાના હોવાથી સફાઈ કરી રહેલા કર્મચારીને કારે ટક્કર મારી : સ્થળ ઉપર જ મોત : કાર ચાલક રફુચક્કર : રસ્તા ચક્કાજામ : 16 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાનના આગમન પહેલા કરૂણ બનાવ : સફાઈ કર્મચારીઓએ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો : મૃતકના પરિવાર માટે વળતર માગ્યું : આરોપીને સજા કરાવવા માંગણી કરી access_time 7:28 pm IST

  • " નિર્ભયા કેસ " : સુપ્રીમ કોર્ટમાં સુનાવણી વખતે જસ્ટિસ સુશ્રી આર ભાનુમતી બેહોશ : અચાનક તબિયત બગડતા સુનાવણી મુલતવી access_time 7:37 pm IST

  • પૂ.ગુરૂદેવની તબિયત ફરી લથડી : આઈસીયુમાં પુનઃ દાખલ : સાંજે લાઈવ દર્શન નહિં : પૂ. હરિચરણદાસજી બાપુની તબિયત ફરી બગડી હોવાનું જાણવા મળે છે : તેઓને ફરીથી આઈસીયુમાં લઈ જવાયા છે : ઉલ્લેખનીય છે કે પૂ.ગુરૂદેવનું થાપાનું ઓપરેશન કર્યા બાદ તેઓની તબિયત ઘણી સારી હતી : આજે બપોરે તેઓની તબિયત બગડી હતી : આજે સાંજે વોકહાર્ટ હોસ્પિટલના ટીવી સ્ક્રીન ઉપર તેઓના લાઈવ દર્શન નિહાળી શકાશે નહિં : આ લખાય છે ત્યારે તેઓની તબિયત સારી હોવાનું જાણવા મળે છે access_time 4:05 pm IST