Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

રેડ બુલના કેમ્પસ ક્રિકેટમાં ભારે રોમાંચ જોવા મળશે

વિદ્યાર્થીઓને તક આપતી સ્પર્ધા

અમદાવાદ, તા. ૧૪ : વિવિધ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે વિશ્વની એકમાત્ર રોમાંચક ક્રિકેટ સ્પર્ધાની નવમી આવૃત્તિ રેડ બુલ કેમ્પસ ક્રિકેટ તા.૩૧મી ફેબ્રુઆરીથી સિટી ક્વોલિફાયર્સ સાથે ૩૨ શહેરોમાં ભારતમાં શરૂ થવા જઇ રહી  છે, ત્યારે અમદાવાદ, વડોદરા અને રાજકોટ શહેરની કોલેજોના વિદ્યાર્થીઓ પણ ક્રિકેટસ્પર્ધામાં પોતાનું કૌવત બતાવતું હલ્લબોલ કરવા તત્પર બન્યા છે. જેને લઇ યુુવાવર્ગમાં ભારે ક્રેઝ છવાયો છે. કોલેજના કેમ્પસોમાંથી ઊભરતા ક્રિકેટરોની ખોજ અને તેમને પોષવાનું રેડબુલ કેમ્પસ ક્રિકેટ સ્પર્ધાનું લક્ષ્ય છે. ઈન્ડિયન પ્રીમિયર લીગની ફ્રેન્ચાઈઝ રાજસ્થાન રોયલ્સે ભારતમાં એનર્જી ડ્રિંક દિગ્ગજ રેડ બુલ સાથે તેનો સહયોગ માટે મજબૂત બનાવ્યો છે અને કોલેજ ક્રિકેટ ટીમો રેડ બુલ કેમ્પસ ક્રિકેટ માટે વાર્ષિક ઈન્ટરનેશનલ ટી૨૦ ટુર્નામેન્ટમાંથી પ્રતિભા શોધવાનું ચાલુ રાખવાની તેની યોજના છે.

        રેડ બુલ કેમ્પસ ક્રિકેટ ૨૦૨૦ સિટી ક્વોલિફાયર્સ તા.૧૩મી ફેબ્રુઆરીથી તા.૨૮મી માર્ચ વચ્ચે ભારતનાં ૩૨ શહેરો પશ્ચિમમાં મુંબઈ, વડોદરા, અમદાવાદ, ઈન્દોર, પુણે, નાગપુર, ગોવા, રાયપુર અને રાજકોટ, ઉત્તરમાં જાલંધર, દહેરાદુન, દિલ્હી, જયપુર, જમ્મુ, ચંડીગઢ, લખનૌ, મીરૂત અને ધર્મશાળા, દક્ષિણમાં ચેન્નાઈ, બેન્ગલોર, હૈદરાબાદ, કોઈમ્બતુર, કોચી, મૈસુર અને વિઝેગ, પૂર્વમાં કોલકતા, ત્રિપુરા, ગૌહાટી, રાંચી, ભુવનેશ્વર, પટના અને જમશેદપુરમાં યોજાશે. ત્રિપુરા અને રાજકોટ આવૃત્તિમાં ઉમેરાયેલાં બે નવાં શહેરો છે અને તે અનુક્રમે પૂર્વ અને પશ્ચિમ ઝોનનો ભાગ હશે. દરેક શહેરની વિજેતા કોલેજ તે પછી એપ્રિલમાં ઝોનલ-રિજનલ ફાઈનલમાં પહોંચશે. વર્ષે આરબીસીસી કેરળ કોલેજ પ્રીમિયર લીગ ટી૨૦ ચેમ્પિયનશીપ સાથે તેમના સહયોગ થકી તેમના કોચી સિટી ચેમ્પિયન્સને શોધશે, જેમાંથી ફાઈનલ તા.૨૩મી ફેબ્રુઆરીના રોજ ગ્રીનફિલ્ડ સ્ટેડિયમમાં યોજાશે.

        આરબીસીસીમાં દરેક ઝોનમાંથી બે ટોપ ટીમો તે પછી નેશનલ ફાઈનલમાં સ્પર્ધા કરશે, જ્યાં ટીમો અનુક્રમે ક્વોર્ટર ફાઈનલ, સેમી ફાઈનલ અને ફાઈનલમાં નોકઆઉટ રાઉન્ડ્સમાં રમશે. નેશનલ વિનર તે પછી રેડ બુલ કેમ્પસ ક્રિકેટ ૨૦૨૦ વર્લ્ડ ફાઈનલ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ભારતમાંથી ગત વિજેતાઓ વર્લ્ડ ચેમ્પિયનશિપ્સમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું તેમાં રિઝવી કોલેજ, મુંબઈ, ડીએવી કોલેજ, ચંડીગઢ, સ્વામી શ્રદ્ધાનંદ કોલેજ, દિલ્હી અને એમએમસી કોલેજ, પુણેનો સમાવેશ થાય છે. ગયા વર્ષે રાજસ્થાન રોયલ્સ અને રેડ બુલ વચ્ચે અજોડ ભાગીદારી ભારતની સૌથી મોટી ક્રિકેટ પ્રતિભા તલાશમાંથી એક તરીકે એક નીવડી હતી, કારણ કે રાજસ્થાન રોયલ્સે સ્પર્ધા દરમિયાન અને આરબીસીસી નેશનલ ફાઈનલ્સ ૨૦૧૯ ખાતે યુવા પ્રતિભાઓને શોધી કાઢ્યા હતા.

(10:03 pm IST)