Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

એચડીએફસીના SLI નાબાર્ડ દ્વારા સન્માનિત

શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ સન્માન

અમદાવાદ,તા. ૧૪ : એચડીએફસી બેંકના સસ્ટેનેબલ લાઇવલીહૂડ ઇનિશિયેટિવ (એસએલઆઈ) પ્રોગ્રામ મારફતે ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં સ્થાયી આજીવિકાનું સર્જન કરવાના બેંકના ચીરસ્થાયી પ્રયત્નોને બિરદાવવા માટે બેંકના એસએલઆઈ વિભાગને નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (નાબાર્ડ) દ્વારા જોઇન્ટ લાયેબિલિટી ગ્રુપ (જેએલજી) ક્રેડિટ લીંકેજમાં શ્રેષ્ઠ કાર્યદેખાવ કરવા બદલ પુરસ્કૃત કરવામાં આવ્યો છે. જે બેંકની વધુ એક નોંધનીય સિધ્ધિ મનાઇ રહી છે. એચડીએફસી બેંકના એસએલઆઈ વિભાગના ગુજરાત ખાતેના સર્કલ હેડ શ્રી પ્રસન્ના ભટ્ટે ગુજરાત રાજયના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી તથા ગુજરાત સરકારના કૃષિ મંત્રી શ્રી આર.સી.ફળદુના હસ્તે પુરસ્કાર સ્વીકાર્યો હતો.

          નાબાર્ડ દ્વારા ગાંધીનગર ખાતે આયોજિત કરવામાં આવેલ સ્ટેટ ક્રેડિટ સેમીનાર દરમિયાન પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. પોતાના એસએલઆઈ પ્રોગ્રામના ભાગરૂપે એચડીએફસી બેંકએ વર્તમાન નાણાકીય વર્ષમાં જાન્યુઆરી ૨૦૨૦ સુધીમાં લગભગ ૧૫,૧૩૩ ખાતાધારકોને તથા તેના પ્રારંભથી અત્યાર સુધીમાં એકંદરે ૭૮,૭૨૭ ખાતાધારકોને લોન પૂરી પાડી છે. કાર્યક્રમ હેઠળ ઉક્ત સમયગાળા દરમ્યાન બેંક દ્વારા ૨૪૩.૯૬ રોડ રૂપિયાની રકમ લોન પેટે ચૂકવવામાં આવી હતી. એચડીએફસી બેંકે મહિલાઓના સશક્તિકરણ અને ઉત્થાન માટે ગુજરાતના ૩૨ જિલ્લામાં ૬૭ સ્થળોએ આવેલા ,૦૬૭ ગામડાંઓને આવરી લીધાં છે.

(10:01 pm IST)