Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

ગરમીનું પ્રમાણ વધ્યું : પારો અમદાવાદમાં વધીને ૧૮.૫

સુરતમાં લઘુત્તમ તાપમાન ૨૦થી પણ ઉપર પહોંચ્યું : અમાવાદમાં આજે લઘુત્તમ તાપમાન ૧૬ ડિગ્રી રહી શકે

અમદાવાદ, તા.૧૩ : અમદાવાદ સહિત રાજ્યભરમાં એકાએક ગરમીની શરૂઆત થઇ ગઇ છે. પારો વધી ગયો છે. આજે દિવસ દરમિયાન લોકોને ગરમીનો અનુભવ થયો હતો. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન વધીને ૧૮. ડિગ્રી થઇ ગયું હતું જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો થયો છે. આજે વડોદરામાં ૧૭, સુરતમાં ૨૦., અમરેલીમાં ૧૮, રાજકોટમાં ૧૭., સુરેન્દ્રનગરમાં ૧૮., મહુવામાં ૧૭. ડિગ્રી તાપમાન રહ્યું હતુંઅમદાવાદમાં આવતીકાલે પારો વધુ ઘટીને ૧૬ સુધી પહોંચી શકે છેફુલગુલાબી ઠંડી વચ્ચે મોર્નિંગ વોક પર જતા લોકોની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. આવતીકાલે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન આજની સરખામણીમાં ઘટીને ૧૬ ડિગ્રીની આસપાસ રહી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છના મોટાભાગના વિસ્તારો ઠંડીના પ્રમાણમાં ઘટાડો થયો છે.

            સવારમાં અલબત્ત ઠંડા પવનો ફુંકાઈ રહ્યા છે. હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડમાં પણ હવે હિમવર્ષામાં બ્રેક મુકાતા જનજીવન ધીમે ધીમે સામાન્ય બની રહ્યું છે. મુખ્ય રસ્તાઓને પણ બરફને દૂર કરવામાં આવ્યા બાદ ખોલી દેવામાં આવ્યા છેગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં એકાએક વધારો થયો જેથી આજે દિવસ દરમિયાન લોકોમાં વાતાવરણને લઇને ચર્ચા જોવા મળી હતી. થોડાક દિવસ પહેલા બહાડી વિસ્તારોમાં હિમવર્ષાના કારણે સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ ઉત્તર ગુજરાતમાં કાતિલ ઠંડીનો અનુભવ લોકોએ કર્યો હતો અને જનજીવન પણ ખોરવાઈ ગયું હતું. હવે સ્થિતિ સામાન્ય બનતા લઘુત્તમ તાપમાનમાં વધારો થયો છે. હવામાન વિભાગના કહેવા મુજબ લઘુત્તમ તાપમાનમાં વધારો થવા વચ્ચે કેટલાક કારણો રહેલા છે. આગામી ચોવીસ કલાકમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થઇ શકે છે અને ઠંડીનો અનુભવ પણ થઇ શકે છે.

ક્યાં કેટલું તાપમાન.....

અમદાવાદ, તા. ૧૪ : અમદાવાદ શહેરની સાથે સાથે રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં તાપમાનમાં ફેરફારની સ્થિતિ જોવા મળી રહી છે. ચિત્ર નીચે મુજબ છે.

સ્થળ

લઘુત્તમ તાપમાન

અમદાવાદ

૧૮.

ડિસા

૧૬.

ગાંધીનગર

૧૭.

વીવીનગર

૧૭.

વડોદરા

૧૭

સુરત

૨૦.

અમરેલી

૧૮

રાજકોટ

૧૭.

સુરેન્દ્રનગર

૧૮.

મહુવા

૧૭.

ભુજ

૧૫.

નલિયા

૧૪

કંડલા એરપોર્ટ

૧૮.

કંડલા પોર્ટ

૧૮.

(9:59 pm IST)