Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

બિન અનામત વર્ગની માંગ મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણીને અપાયેલી માહિતી

પરિપત્રમાં સુધારાની જવાબદારી કે કૈલાશનાથનને : મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે નીતિન પટેલ, અન્યોની બે કલાક સુધી મિટિંગ અનામતને લઇ મહિલાઓ હજુ મક્કમ : મડાગાંઠ અકબંધ

અમદાવાદ,તા. ૧૪ : પહેલી ઓગસ્ટ ૨૦૧૮ના પરિપત્રમાં સુધારા વધારાના સંદર્ભમાં સૂચનો કરવા માટેની જવાબદારી મુખ્યમંત્રીના અગ્રસચિવ કે કૈલાશનાથનને સોંપવામાં આવી છે. હવે તેઓ પરિપત્રના સંદર્ભમાં વિસ્તારપૂર્વક અભ્યાસ કર્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સૂચન કરશે અને સાનુકુળ ઉકેલ લાવવા પ્રયાસ હાથ ધરવામાં આવશે. બીજી બાજુ બિન અનામત વર્ગની મહિલાઓ આજે પણ આંદોલન પર રહેલી છે. મડાગાંઠનો હજુ સુધી ઉકેલ આવ્યો નથી. આજે પણ બેઠકોનો દોર ચાલુ રહ્યો હતો. આજે ગઇકાલે લેવાયેલા નિર્ણય મુજબ

           રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહરાજય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને રૂબરૂ મળી બિન અનામત વર્ગના આગેવાનોની રજૂઆત કરી હતી સાથે સાથે મુખ્યમંત્રીને તમામ પાસાઓ અંગે વાકેફ કર્યા હતા. અન્ય કાયદાકીય તેમ બંધારણીય મુદ્દાઓ ઉપરાંત સુપ્રીમકોર્ટના સંબંધિત ચુકાદાઓ સહિત તમામ મુદ્દે તેમને વાકેફ કર્યા હતા અને સમગ્ર પરિસ્થિતિનો વિગતવાર ચિતાર આપ્યો હતો. નીતિન પટેલ અને ગૃહરાજયમંત્રીની મુખ્યમંત્રી રૂપાણી સાથેની બેઠક પણ બે કલાકથી વધુ સમય સુધી લાંબી ચાલી હતી. હવે  હવે કોઇપણ વર્ગને અન્યાય ના થાય તે પ્રકારે તાકીદે સમાધાનકારી ઉકેલ કે નિર્ણયની જાહેરાત કરે તેની રાહ જોવાઇ રહી છે. ખાસ કરીને અનામત વર્ગ અને બિનઅનામત વર્ગ પોતપોતાની તરફેણમાં સરકાર દ્વારા નિર્ણય લેવાય તેની આશા સેવી રહ્યા છે. જો તેમ નહી થાય તો બંને પક્ષ તરફથી ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે,

           તેને લઇ સરકારે બહુ સંવેદનશીલ એવા મુદ્દાને લઇ હવે કોઇને અન્યાય ના થાય અને કોઇ નારાજ ના થાય તે પ્રકારે વચ્ચેનો સમાધાનકારી ઉકેલ કે રસ્તો કાઢી સમસ્યાનું નિરાકરણ લાવવુ પડશે. ગુજરાત સરકારે મહિલા અનામત મુદ્દે તા. ઓગસ્ટ, ૨૦૧૮નો ઠરાવ સુધારવાની જાહેરાત કર્યા બાદ બિન અનામત વર્ગની ૨૫૦થી વધુ મહિલાઓએ ગાંધીનગરમાં આંદોલન શરૂ કર્યું છે. ઠરાવમાં સુધારો કરવાના સરકારના નિર્ણયનો વિરોધ કરતી મહિલાઓએ બુધવારે ગાંધીનગરમાં ઠરાવ રદ્દ કરવાની માગણી સાથે ૬૬ દિવસથી આંદોલન પર ઉતરેલી મહિલાઓની છાવણી સામે રસ્તા પર બેસી સરકારી નિર્ણયનો વિરોધ શરૂ કર્યો છે. તેમનાં સમર્થનમાં પાસ નેતા દિનેશ બાંભણિયા, એસપીજી પ્રમુખ લાલજી પટેલ અને કરણીસેનાના પ્રમુખ રાજ શેખાવત સહિતનાં આગેવાનો  પણ મેદાનમાં ઉતરી આવ્યા છે.

(9:52 pm IST)
  • " નિર્ભયા કેસ " : સુપ્રીમ કોર્ટમાં સુનાવણી વખતે જસ્ટિસ સુશ્રી આર ભાનુમતી બેહોશ : અચાનક તબિયત બગડતા સુનાવણી મુલતવી access_time 7:37 pm IST

  • હું મહારાષ્ટ્રની બહાર જવા માંગતો નથી : નોકરી આડે 2 વર્ષ બાકી છે તે દરમિયાન અન્ય રાજ્યમાં બદલી થતાં બોમ્બે હાઇકોર્ટ જજ શ્રી ધર્માધિકારીનું રાજીનામુ : રાષ્ટ્રપતિ દ્વારા મંજુર થવાનું બાકી access_time 8:06 pm IST

  • વડાપ્રધાન વારાણસી આવવાના હોવાથી સફાઈ કરી રહેલા કર્મચારીને કારે ટક્કર મારી : સ્થળ ઉપર જ મોત : કાર ચાલક રફુચક્કર : રસ્તા ચક્કાજામ : 16 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાનના આગમન પહેલા કરૂણ બનાવ : સફાઈ કર્મચારીઓએ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો : મૃતકના પરિવાર માટે વળતર માગ્યું : આરોપીને સજા કરાવવા માંગણી કરી access_time 7:28 pm IST