Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

વ્યાજખોરોના આતંકથી મહિલાએ કમિશ્નર કચેરી બહાર નવસારીની મહિલાનો આપઘાતનો પ્રયાસ

પોલીસકર્મીઓએ મહિલાને આપઘાત કરતી અટકાવી : થોડી ફિનાઈલ પી લેતા હોસ્પિટલે ખસેડાઇ : ત્રણ લાખના નવ લાખ ચૂકવ્યા છતાં પૈસાની માંગણી કરતા

સુરતમાં એક મહિલાએ વ્યાજખોરોના આતંકના કારણે કમિશનર કચેરીની બહાર આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જેથી મહિલાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

સુરત પોલીસ કમિશનર કચેરીમાં નવસારીની એક મહિલા વ્યાજખોરોના ત્રાસ બાબતે ફરિયાદ નોંધાવવા માટે આવી હતી. ફરિયાદ કરવા આવેલી મહિલાએ કમિશનર કચેરીની બહાર એકા-એક ફિનાઈલ પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો

 . આ બાબતે ત્યાં હાજર રહેલા પોલીસકર્મીઓને જાણ થતા તેમને મહિલાને આપઘાત કરતી અટકાવી હતી. છતાં પણ મહિલા થોડી ફિનાઈલ પી ગઈ હતી. મહિલાએ ફિનાઈલ પીધી હોવાથી તેને ખાનગી વાહનમાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

   મહિલાના આપઘાતના પ્રયાસ કરવાનું કારણ સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે કે, મહિલાએ કમલેશ કહાર અને રાજેશ કહાર નામના બે ભાઈની પાસેથી ત્રણ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. મહિલાએ અત્યાર સુધીમાં કુલ નવ લાખ રૂપિયાની રકમ બંને ભાઈઓને ચૂકવી દીધી હોવા છતાં પણ તે પૈસાની માંગણી કરતા હતા અને પૈસાના બદલામાં શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરતા હતા.

(8:52 pm IST)