Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

માતાએ બાઇક માટે પૈસા ન આપતા પુત્ર દ્વારા આત્મહત્યા

આજની યુવાપેઢીની માનસિકતાનો કિસ્સો સપાટીએ : ખેતમજૂરી કરતાં કુટુંબ પર આભ તૂટી પડયુ : ઉંડી તપાસ

અમદાવાદ,તા.૧૪ : આજના બાળકો કે યુવાપેઢી માતા-પિતાની કોઇ રોકટોક કે તેમના સારા હિત માટે કોઇ નિર્ણય કરે તો તે સહન કરી શકતા નથી તેવા અનેક કિસ્સાઓ સમાજમાં સામે આવી રહ્યા છે ત્યારે આજના બાળકો કે યુવાપેઢીની માનસિકતાને લઇ સભ્યસમાજમાં ગંભીર મંથનની જરૂરિયાત વર્તાઇ રહી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. કંઇક આવો જ કિસ્સો વડોદરાના કોયલી ગામે નોંધાયો હતો. વડોદરા શહેરના કોયલી ગામની સીમમાં ખેતરમાં રહેતા યુવાને માતાએ બાઇક લાવવા માટે પૈસા નહી આપતા ગળેફાંસો ખાઇ જીવાદોરી ટૂંકાવી લીધી હતી. આ બનાવને પગલે ગરીબ પરિવાર પર આભ તૂટી પડયું હતું. બીજીબાજુ, જવાહરનગર પોલીસે સમગ્ર મામલે જરૂરી તપાસ હાથ ધરી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, વડોદરા શહેર નજીક આવેલા કોયલી ગામની સીમમાં દિનેશભાઇ પેટલની લીંબુની વાડી આવેલી છે. આ વાડીમાં દિનેશ રામસીંગ નાયક(ઉ.વ.૨૩) માતા અને પરિવાર સાથે રહેતો અને ખેત મજૂરી કરતો હતો.

          દિનેશે માતા પાસે બાઇક લેવા માટે માતા પાસે રૂપિયાની માંગણી કરી હતી. પરંતુ, માતાએ રૂપિયા આપવાનો ઇન્કાર કરી દેતા દિનેશને લાગી આવ્યું હતું અને મોડી રાત્રે ગળે ફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી લીધી હતી.  બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. આ બનાવ અંગેની જાણ જવાહરનગર પોલીસને થતાં પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી. અને લાશનો કબજો લઇ પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી. પોલીસે પ્રાથમિક કારણ જાણ્યા બાદ અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાએ ફરી એકવાર આજની યુવાપેઢીની માનસિકતાને લઇ સભ્યસમાજ સામે ગંભીર સવાલો અને મંથનની જરૂરિયાતને ઉભા કર્યા છે.

(8:46 pm IST)
  • પૂ.ગુરૂદેવની તબિયત ફરી લથડી : આઈસીયુમાં પુનઃ દાખલ : સાંજે લાઈવ દર્શન નહિં : પૂ. હરિચરણદાસજી બાપુની તબિયત ફરી બગડી હોવાનું જાણવા મળે છે : તેઓને ફરીથી આઈસીયુમાં લઈ જવાયા છે : ઉલ્લેખનીય છે કે પૂ.ગુરૂદેવનું થાપાનું ઓપરેશન કર્યા બાદ તેઓની તબિયત ઘણી સારી હતી : આજે બપોરે તેઓની તબિયત બગડી હતી : આજે સાંજે વોકહાર્ટ હોસ્પિટલના ટીવી સ્ક્રીન ઉપર તેઓના લાઈવ દર્શન નિહાળી શકાશે નહિં : આ લખાય છે ત્યારે તેઓની તબિયત સારી હોવાનું જાણવા મળે છે access_time 4:05 pm IST

  • મુંબઈમાં ટિફિન સેવા આપતા ડબ્બાવાળાઓને હવે મળશે ઘરનું ઘર : મહારાષ્ટ્ર મંત્રી મંડળમાં 5 હજાર જેટલા ડબ્બાવાળાઓને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન આપવાના પ્રસ્તાવને મંજૂરી : દરરોજ 2 લાખ જેટલા ટિફિન પહોંચાડવાની સેવાની કદર access_time 9:00 pm IST

  • કાશ્મીરીઓને પણ ભારતના અન્ય નાગરિકો જેવા જ સમાન અધિકારો મળવા જોઈએ : નજરકેદ રખાયેલા કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉંમર અબ્દુલ્લાની બહેન સારા અબ્દુલ્લાની પત્રકારો સાથે વાતચીત access_time 7:50 pm IST