Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ - વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૨ કિમીનો રોડ શો યોજવા સજ્જ : તૈયારીઓ જારી

રોડ શો દરમિયાન સ્વાગત માટે જુદા જુદા ધર્મના લોકો પહોંચશે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનેઅમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો કાફલો જે માર્ગથી નિકળશે તે માર્ગ પર હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે : બેઠકોનો દોર : કેમ છો ટ્રમ્પ કાર્યક્રમને લઇ ઉત્સુકતા

અમદાવાદ, તા. ૧૪ : અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અમદવાદ યાત્રાને લઇને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ ટ્રમ્પઅને મોદી ભવ્ય રોડ શો પણ કરનાર છે. તેમનું સ્વાગત કરવા અલગ અલગ ધર્મના લોકો અને અનુયાયીઓ પણ રહેશે. આ રોડ શોની તમામ જવાબદારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સોંપવામાં આવી હોવાના અહેવાલ મળ્યા છે. બેઠકોના દોર ચાલી રહ્યા છે. બેઠકમાં દરેક ધર્મના લોકો પરંપરાગત વેશભુષા સાથે હાજર રહી ટ્રમ્પનું સ્વાગત કરવાના આયોજન અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ રોડ શોમાં સેંકડો સંસ્થાઓ જોડાનાર છે.  દેશના અલગ અલગ પ્રાંતોના લોકો પણ પહોંચી રહ્યા છે. ૫૦૦૦૦થી વધુ લોકો ૨૨ કિલોમીટરના માર્ગમાં ટ્રમ્પ અને મોદીનું સ્વાગત કરશે. મેયર બિજલ પટેલે માહિતી આપતા કહ્યું છે કે, આ રોડ શો સૌથી લાંબો અને અભૂતપૂર્વ રહેશે. જુદી જુદી જગ્યા પર સ્ટેજ પર અલગ અલગ ગરબા અને ડાન્સનું આયોજન કરવામાં આવ્યું છે.

           રોડ શોનો રુટ એરપોર્ટથી ગાંધી આશ્રમ અને ગાંધી આશ્રમથી એરપોર્ટ-હાંસોલ અને ઇન્દિરા બ્રિજ થઇને મોટેરા સ્ટેડિયમ આવશે. આને લઇને તંત્ર દ્વારા કોઇ કચાસ ન રહે તે માટે પગલા લેવામાં આવી રહ્યા છે. ટ્રમ્પના આયોજનને લઇને માત્ર ભારત સરકાર નહીં બલ્કે અમેરિકી તંત્ર પણ સંપૂર્ણપણે સજ્જ છે. કેમ છો ટ્રમ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે. વીવીઆઈપી અથવા તો અન્ય મહેમાનો હંમેશા સાબરમતી આશ્રમની મુલાકાત લેતા રહે છે. આ વખતે વિશ્વની સૌથી શક્તિશાળી વ્યક્તિ પહોંચી રહી છે. આના ભાગરુપે સાબરમતી આશ્રમમાં પણ સીટી ક્રાઈમ બ્રાંચ સહિત સુરક્ષા સંસ્થાઓ મોરચા સંભાળી ચુકી છે. થ્રીડી સ્કેનરો મુકી દેવામાં આવ્યા છે. થ્રીડી સ્કેનર્સનો ઉપયોગ સાબરતમી આશ્રમમાં કરવામાં આવી રહ્યો છે. ગાંધીઆશ્રમ નજીકની ત્રણ સોસાયટીના નિવાસીઓને કઠોર ચકાસણીનો સામનો કરવો પડી રહ્યો છે. આના ભાગરુપે ઇસ્કોન રિવરસાઇડ સોસાયટી, શીલાલેખ અને શીતલ એક્વામાં રહેતા લોકોની ચકાસણી કરવામાં આવનાર છે. ટ્રમ્પની યાત્રા ખુબ ઐતિહાસિક બનાવવાના પ્રયાસો થઇ રહ્યા છે. ટ્રમ્પ મોટેરા સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરવા પહોંચી રહ્યા છે.

(8:53 pm IST)
  • જીત્યા જરૂર છીએ પણ ઈવીએમની વિશ્વસનીયતા ઉપર ચોક્કસ સવાલ છે : જે દેશમાંથી ઈવીએમ મશીન આવે છે તે દેશમાં ખુદ બેલેટ પેપરથી મતદાન થાય છે : ભાજપએ ચૂંટણીના અંતિમ દિવસ સુધી લોકોને ગંગાજળના કસમ ખવડાવી હિન્દુત્વની રાજનીતિ અપનાવી હતી : આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સૌરભ ભારદ્વાજ access_time 7:46 pm IST

  • ગાંધી આશ્રમથી ગાંધીનગર સુધી પદયાત્રાઃ ભાજપ નેતા અલ્પેશ ઠાકોરની સરકારને ચીમકી : આશ્વાસન છતાં ૩ દિવસ વિત્યાઃ નિર્ણય નહિ લેવાય તો પદયાત્રા કરીશઃ ભાજપ નેતા અલ્પેશ ઠાકોરની સરકારને ચીમકીઃ સરકાર સામે ભાજપ નેતાએ બાયો ચઢાવીઃ ૪૮ કલાકમાં LRD પરિપત્ર રદ કરો. access_time 1:02 pm IST

  • હું મહારાષ્ટ્રની બહાર જવા માંગતો નથી : નોકરી આડે 2 વર્ષ બાકી છે તે દરમિયાન અન્ય રાજ્યમાં બદલી થતાં બોમ્બે હાઇકોર્ટ જજ શ્રી ધર્માધિકારીનું રાજીનામુ : રાષ્ટ્રપતિ દ્વારા મંજુર થવાનું બાકી access_time 8:06 pm IST