Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

વિરમગામ,માંડલ,દેત્રોજ માં ઘર ઘર "બંધારણ ઘર" અભિયાન શરૂ

સરકારી શાળાઓ, પંચાયત ઘર, કોર્ટ, વકીલો, પોલીસ સ્ટેશન તથા અન્ય કચેરીઓ તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓને બંધારણનું ઘર પહોંચાડવામાં અભિયાન

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા ) વિરમગામ :અમદાવાદ જીલ્લાના  વિરમગામ, માંડલ, દેત્રોજમાં ઘર ઘર " બંધારણ નું ઘર " અભિયાન  હેઠળ સુરભી ગૌત્તમ (આઈ.એ.એસ) નાયબ કલેકટર, પ્રવિણકુમાર (આઈ.પી.એસ), એસ.પી. વિરમગામ, ડૉ. વિરલ વાધેલા (THO), નરેશ રાવલ (રજિસ્ટ્રાર) વિરમગામ કોર્ટ, રૂક્ષાનાબેન ગિલાની (પ્રમુખ, બાર એસોશિયેશન)ને  કિરીટ રાઠોડ (દલિત અગ્રણી), નવધણ પરમાર, ગિરીશ રાઠોડ, મનોજ ચૌહાણ, હરેશ ચૌહાણ, રાકેશ સોલંકી દ્વારા ઘર આપી અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે.  આ અભિયાન હેઠળ દરેક સરકારી શાળાઓ, પંચાયત ઘર, કોર્ટ, વકીલો, પોલીસ સ્ટેશન તથા અન્ય કચેરીઓ તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓને બંધારણનું ઘર પહોંચાડવામાં આવી રહ્યું છે.
આ અભિયાનને વેગવંતુ કરવા લોકોને ઘરે ઘરે " બંધારણ નું ઘર " વસાવવાની અપીલ કિરીટ રાઠોડ (સંયોજક. દલિત અધિકાર મંચ,ગુજરાત) દ્વારા કરવામાં આવી છે તેમ અખબારી યાદી મા જણાવ્યું હતું.

(7:21 pm IST)
  • 16 ફેબ્રુઆરીના રોજ કેજરીવાલના શપથ સમારોહમાં ખાસ મહેમાન તરીકે " છોટા મફલરમેન " હાજરી આપશે : કેજરીવાલની જેમ જ સ્વેટર ,મફલર ,ચશ્માં ,મૂછ ,અને ટોપી પહેરી સુવિખ્યાત થયેલ અય્યાન તોમરની હાજરી સહુને મંત્રમુગ્ધ કરશે access_time 7:56 pm IST

  • જીત્યા જરૂર છીએ પણ ઈવીએમની વિશ્વસનીયતા ઉપર ચોક્કસ સવાલ છે : જે દેશમાંથી ઈવીએમ મશીન આવે છે તે દેશમાં ખુદ બેલેટ પેપરથી મતદાન થાય છે : ભાજપએ ચૂંટણીના અંતિમ દિવસ સુધી લોકોને ગંગાજળના કસમ ખવડાવી હિન્દુત્વની રાજનીતિ અપનાવી હતી : આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સૌરભ ભારદ્વાજ access_time 7:46 pm IST

  • જમ્મુ કાશ્મીરની સ્થિતિ બિલકુલ નોર્મલ છે : જેને જવું હોય તે સપરિવાર જઈ શકે છે : યશવંત સિંહા અને અરુણ શૌરી પણ જઈ આવ્યા છે : ગૃહમંત્રી અમિત શાહ access_time 9:05 pm IST