Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

"કેમ છો ટ્રમ્પ" કાર્યક્રમના અનુસંધાને વિરમગામ નાયબ કલેક્ટરના અધ્યક્ષસ્થાને મિટિંગ યોજાઈ

પૂર્વ ધારાસભ્ય સહિત ભાજપના હોદ્દેદારો અને સરકારી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા ) - વિરમગામ: અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી,  "કેમ છો ટ્રમ્પ" કાર્યક્રમમાં અમદાવાદ આવી રહ્યા છે ત્યારે વિરમગામ નાયબ કલેક્ટર સુરભી ગૌતમના અધ્યક્ષસ્થાને મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિરમગામના પૂર્વ ધારાસભ્ય ડો.તેજશ્રીબેન પટેલ, કિરીટસિંહ ગોહીલ, લખુભા મોરી, પ્રમોદભાઇ પટેલ, નિલેશભાઇ ચૌહાણ, હિતેશભાઇ મુનસરા સહિત વિરમગામ તાલુકા ભા.જ.પ  સંગઠન, તાલુકા પંચાયતની ચુંટાયેલી પાંખ, વિરમગામ શહેર ભા.જ.પ સંગઠન , કાઉન્સીલરો , તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, નગરપાલિકા ના અધિકારીઓ તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
 

(7:19 pm IST)
  • ગાંધી આશ્રમથી ગાંધીનગર સુધી પદયાત્રાઃ ભાજપ નેતા અલ્પેશ ઠાકોરની સરકારને ચીમકી : આશ્વાસન છતાં ૩ દિવસ વિત્યાઃ નિર્ણય નહિ લેવાય તો પદયાત્રા કરીશઃ ભાજપ નેતા અલ્પેશ ઠાકોરની સરકારને ચીમકીઃ સરકાર સામે ભાજપ નેતાએ બાયો ચઢાવીઃ ૪૮ કલાકમાં LRD પરિપત્ર રદ કરો. access_time 1:02 pm IST

  • વડાપ્રધાન વારાણસી આવવાના હોવાથી સફાઈ કરી રહેલા કર્મચારીને કારે ટક્કર મારી : સ્થળ ઉપર જ મોત : કાર ચાલક રફુચક્કર : રસ્તા ચક્કાજામ : 16 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાનના આગમન પહેલા કરૂણ બનાવ : સફાઈ કર્મચારીઓએ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો : મૃતકના પરિવાર માટે વળતર માગ્યું : આરોપીને સજા કરાવવા માંગણી કરી access_time 7:28 pm IST

  • મુંબઈમાં ટિફિન સેવા આપતા ડબ્બાવાળાઓને હવે મળશે ઘરનું ઘર : મહારાષ્ટ્ર મંત્રી મંડળમાં 5 હજાર જેટલા ડબ્બાવાળાઓને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન આપવાના પ્રસ્તાવને મંજૂરી : દરરોજ 2 લાખ જેટલા ટિફિન પહોંચાડવાની સેવાની કદર access_time 9:00 pm IST