Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

રાજપીપળા એમ.આર.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં વેલેન્ટાઈન ડે ની અનોખી- અનુકરણીય ઉજવણી કરાઈ

વિદ્યાર્થીઓએ પોતાનો પ્રેમ ગુરુભાવ તરીકે વ્યક્ત કરતા ગુરુવંદના કરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :14 મી ફેબ્રુઆરીએ દેશભરમાં ગુલાબનું ફૂલ આપીને યુવક-યુવતીઓનો પ્રેમનો એકરાર કરી પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરે છે.તેની સામે રાજપીપળાની એમ.આર.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના બધા કોલેજના વિદ્યાર્થીઓ એ પ્રાધ્યાપકો,પ્રિન્સિપાલ પ્રિન્સિપાલ શૈલેન્દ્રસિંહ માંગરોલાને ગુલાબના ફૂલ આપી કુમકુમ તિલક કરી ગુરુવંદના કરી વેલેન્ટાઈન ડે ની અનોખી ઉજવણી કરી હતી.

  આ દિવસે કોલેજના કમ્પાઉન્ડમાં કોલેજના તમામ પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓને ભેગા કરી ભરૂચ જિલ્લા આદિવાસી કેળવણી મંડળ અને સેવા સંઘના આદ્યસ્થાપક સ્વ.રત્નસિંહ મહિડાની પ્રતિમાને પુષ્પાંજલિ આપી તથા તમામ વિદ્યાર્થીઓએ પોતાના ગુરુજનોને કુમકુમ તિલક કરી ગુરુ વંદના કરી હતી.

  કોલેજના પ્રિન્સિપાલ શૈલેન્દ્રસિંહ માંગરોલા જણાવ્યું હતું કે નર્મદા જિલ્લો પશ્ચિમી સંસ્કૃતિથી હજી ઘણી દૂર છે, અહીં અમારી કોલેજમાં વેલેન્ટાઈન ડે અલગ રીતે ઉજવાય છે.આ દિવસે અમારા વિદ્યાર્થીઓએ પોતાનો પ્રેમ ગુરુભાવ તરીકે વ્યક્ત કરી પોતાના એકરાર સ્વરૂપે ગુરુવંદનાના કાર્યક્રમમાં જોડાઈને વેલેન્ટાઇન ડેની ઉજવણી કરી હતી

(7:19 pm IST)