Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા પુલવામાંના શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ

વિરમગામ પંથકની શાળાઓમાં પુલવામાંના શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ :ભારત માતા પૂજન કરાયું

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા ) વિરમગામ : સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના ડૉ. જીગરભાઈ ઇનામદાર, ઝોન સંયોજક હરીશભાઈ મચ્છર અને જિલ્લા સંયોજક  હિરેનભાઈ મંકોડીયાના માર્ગદર્શન મુજબ પુલવામાં આતંકવાદી હુમલામાં થયેલ શહિદોને શ્રધાંજલિનો કાર્યક્રમ કાલીયાણા ગામમાં કરવામાં આવ્યો હતો. જેમાં લક્ષ્મણભાઈ મોરી, અતુલભાઈ પરમાર અને શિક્ષક અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

  પુલવામાં આતંકવાદી હુમલામાં થયેલ શહિદોને શ્રધાંજલિનો કાર્યક્રમ વિરમગામ શહેરના નવયુગ સ્કૂલમમાં કરવામાં આવ્યો હતો. અતુલભાઈ પરમાર, સ્કૂલના આચાર્ય સુનિલભાઈ પટેલ , સંજયભાઈ હાલાણી  અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત નળકાંઠા વિસ્તારમાં આવેલ રૂપાવટી ગામમાં પુલવામા આતંકવાદી હુમલામાં થયેલ શહિદોને શ્રધાંજલિનો કાર્યક્રમ ગોઠવાયો હતો

   આ કાર્યક્રમમાં આચાર્ય ફતાભાઈ, સહ શિક્ષક પરેશભાઈ, અશોકભાઈ, મેહુલ ભાઈ,શૈલેશભાઈ હાજર રહ્યા હતા. વિરમગામ શહેર અને તાલુકામાં કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રસિદ્ધ રસીકભાઈ રાવળ, કિરણભાઇ સોલંકી, રસીકભાઈ કો પટેલ, નિલેશભાઇ રાણાએ જહેમત ઉઠાવી હતી. પુલવામાંમા આપણાં સેના ના જવાનો પર થયેલ હુમલા ની પ્રથમ વરસી નિમિત્તે  દેત્રોજ તાલુકા સંયોજક  દ્વારા પનાર સરકારી હાઈસ્કૂલમાં ભારતમાતા પૂજન કાર્યક્રમ કરવા માં આવ્યો, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું.

(7:09 pm IST)
  • પૂ.ગુરૂદેવની તબિયત ફરી લથડી : આઈસીયુમાં પુનઃ દાખલ : સાંજે લાઈવ દર્શન નહિં : પૂ. હરિચરણદાસજી બાપુની તબિયત ફરી બગડી હોવાનું જાણવા મળે છે : તેઓને ફરીથી આઈસીયુમાં લઈ જવાયા છે : ઉલ્લેખનીય છે કે પૂ.ગુરૂદેવનું થાપાનું ઓપરેશન કર્યા બાદ તેઓની તબિયત ઘણી સારી હતી : આજે બપોરે તેઓની તબિયત બગડી હતી : આજે સાંજે વોકહાર્ટ હોસ્પિટલના ટીવી સ્ક્રીન ઉપર તેઓના લાઈવ દર્શન નિહાળી શકાશે નહિં : આ લખાય છે ત્યારે તેઓની તબિયત સારી હોવાનું જાણવા મળે છે access_time 4:05 pm IST

  • જીત્યા જરૂર છીએ પણ ઈવીએમની વિશ્વસનીયતા ઉપર ચોક્કસ સવાલ છે : જે દેશમાંથી ઈવીએમ મશીન આવે છે તે દેશમાં ખુદ બેલેટ પેપરથી મતદાન થાય છે : ભાજપએ ચૂંટણીના અંતિમ દિવસ સુધી લોકોને ગંગાજળના કસમ ખવડાવી હિન્દુત્વની રાજનીતિ અપનાવી હતી : આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સૌરભ ભારદ્વાજ access_time 7:46 pm IST

  • કાશ્મીરીઓને પણ ભારતના અન્ય નાગરિકો જેવા જ સમાન અધિકારો મળવા જોઈએ : નજરકેદ રખાયેલા કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉંમર અબ્દુલ્લાની બહેન સારા અબ્દુલ્લાની પત્રકારો સાથે વાતચીત access_time 7:50 pm IST