Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

ખંભાત તાલુકાના પાંદડની સગીરાની એકલતાનો લાભ લઇ વડગામના યુવાને દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કરતા પોલીસ ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી

ખંભાત: તાલુકાના પાંદડ ગામે રહેતી એક યુવતીની એકલતાનો લાભ લઈને વડગામના શખ્સે આબરૂ લેવાનો પ્રયાસ કરતાં અંગે ખંભાત રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ગત ૯મી તારીખના રોજ પાંદડ ગામે રહેતી એક ૧૮ વર્ષની યુવતીના માતા-પિતા અને ઘરના સભ્યો લગ્નમાં ગયા હતા અને તેણી ઘરે એકલી હતી. દરમ્યાન ચારેક વાગ્યાના સુમારે કુદરતી હાજતે જઈને પરત ફરતી હતી ત્યારે મોટાબાપુના સગાનો દીકરો અમીત ઉર્ફે મોન્ટુ ઘનશ્યામભાઈ વાળા (રે. વડગામ)આવી ચઢ્યો હતો અને તેણીનો હાથ પકડીને બાથરૂમ તરફ ખેંચી જઈને આબરૂ લેવાનો પ્રયાસ કરવા લાગ્યો હતો. જેથી યુવતીએ બૂમાબૂમ કરતાં તેણીના કાકી આવી જવા પામ્યા હતા. જેથી જતાં જતાં અમીતે આજે તો તુ બચી ગઈ છું, પરંતુ ફરીથી જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપીને ત્યાંથી જતો રહ્યો હતો.

(5:13 pm IST)
  • આવતીકાલ 14 ફેબ્રુઆરીના રોજ પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના જન્મદિવસ નિમિતે સરકારની ભેટ : પ્રવાસી ભારતીય ભવનનું નામ સુષ્મા સ્વરાજ ભવન રાખ્યું : વિદેશ સેવા સંસ્થાનનું નામ સુષ્મા સ્વરાજ વિદેશ સેવા સંસ્થાન રાખ્યું : બંને ભવનો ઉપર બોર્ડ લગાવાઈ ગયા access_time 8:05 pm IST

  • " નિર્ભયા કેસ " : સુપ્રીમ કોર્ટમાં સુનાવણી વખતે જસ્ટિસ સુશ્રી આર ભાનુમતી બેહોશ : અચાનક તબિયત બગડતા સુનાવણી મુલતવી access_time 7:37 pm IST

  • હું મહારાષ્ટ્રની બહાર જવા માંગતો નથી : નોકરી આડે 2 વર્ષ બાકી છે તે દરમિયાન અન્ય રાજ્યમાં બદલી થતાં બોમ્બે હાઇકોર્ટ જજ શ્રી ધર્માધિકારીનું રાજીનામુ : રાષ્ટ્રપતિ દ્વારા મંજુર થવાનું બાકી access_time 8:06 pm IST