Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

ખેડા તાલુકાના વાસણા મારગિયા સીમમાં ફેકટરીમાં કામ કરતા યુવકની ભેદી સંજોગોમાં લાશ મળી આવતા અરેરાટી મચી જવા પામી

ખેડા:તાલુકાના વાસણા મારગીયા સીમમાં આવેલી એક ફેક્ટરીમાં કેન્ટીંગમાં કામ કરતા યુવકની કોઈ અજાણ્યા ઈસમે હત્યા કરી હોવાના બનાવે ભારે ચકચાર મચાવી છે. આ લખાય છે ત્યારે પોલીસ કાર્યવાહીમાં હોઈ વધુ માહિતી મળી નથી.

આ બનાવ અંગે મળતી માહિતી મુજબ ખેડા તાલુકાના વાસણા મારગીયા સીમમાં આવેલી યુનિવર્સલ કંપનીમાં કેન્ટીગ વિભાગમાં અભેસિંહ મછાર નામનો ૩૫ વર્ષીય યુવક છેલ્લાં સાતેક વર્ષથી કામ કરતો હતો આજે તેની લાશ ફ્રેક્ટરીમાં જ મળી આવી છે. એક ઓરડીમાંથી મળેલ લાશ બાબતે ખેડા પોલીસને જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ કરતા મરનારના માથાના ભાગે ગંભીર ઈજાના નિશાન મળી આવ્યા હતા. પોલીસે લાશનો કબજો લઈ ખેડા સિવિલ હોસ્પીટલમાં પીએમ માટે મોકલી આપી છે.

 

(5:12 pm IST)
  • 16 ફેબ્રુઆરીના રોજ કેજરીવાલના શપથ સમારોહમાં ખાસ મહેમાન તરીકે " છોટા મફલરમેન " હાજરી આપશે : કેજરીવાલની જેમ જ સ્વેટર ,મફલર ,ચશ્માં ,મૂછ ,અને ટોપી પહેરી સુવિખ્યાત થયેલ અય્યાન તોમરની હાજરી સહુને મંત્રમુગ્ધ કરશે access_time 7:56 pm IST

  • પૂ.ગુરૂદેવની તબિયત ફરી લથડી : આઈસીયુમાં પુનઃ દાખલ : સાંજે લાઈવ દર્શન નહિં : પૂ. હરિચરણદાસજી બાપુની તબિયત ફરી બગડી હોવાનું જાણવા મળે છે : તેઓને ફરીથી આઈસીયુમાં લઈ જવાયા છે : ઉલ્લેખનીય છે કે પૂ.ગુરૂદેવનું થાપાનું ઓપરેશન કર્યા બાદ તેઓની તબિયત ઘણી સારી હતી : આજે બપોરે તેઓની તબિયત બગડી હતી : આજે સાંજે વોકહાર્ટ હોસ્પિટલના ટીવી સ્ક્રીન ઉપર તેઓના લાઈવ દર્શન નિહાળી શકાશે નહિં : આ લખાય છે ત્યારે તેઓની તબિયત સારી હોવાનું જાણવા મળે છે access_time 4:05 pm IST

  • " નિર્ભયા કેસ " : સુપ્રીમ કોર્ટમાં સુનાવણી વખતે જસ્ટિસ સુશ્રી આર ભાનુમતી બેહોશ : અચાનક તબિયત બગડતા સુનાવણી મુલતવી access_time 7:37 pm IST