Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

નડિયાદના મોગટકોટ વિસ્તારમાં શિક્ષકે વિદ્યાર્થિનીની છેડતી કરતા ચકચાર:વાલીઓને બનાવની જાણ થતા શિક્ષકને સસ્પેન્ડ કરવા ઉગ્ર રજુઆત કરવામાં આવી

નડિયાદ: શહેરના મોગટકોટ વિસ્તારમાં આવેલ શાળા નં-૨ના શિક્ષકે  વિદ્યાર્થીની છેડતી કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. બનાવની જાણ વાલીઓને થતા તેઓએ શાળા ખાતે આવી શિક્ષકને સસ્પેન્ડ કરવાની રજૂઆત કરી હતી.

શહેરના મોગલકોટ વિસ્તારમાં આવેલ નગર પ્રાથમિક શાળા નં-૨માં  આશરે ૨૬૭ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.જેમાં ધો-૭માં ૨૮ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આજરોજ બપોરના ૧ઃ૩૦ વાગ્યાની સુમારે શાળામાં રીશેષ પડી હતી.તે સમયે એક વિદ્યાર્થીની પોતાના કલાસરૂમમાં પૈસા લેવા માટે ઉભી હતી.તે સમયે શાળાના શિક્ષક કેવલકુમાર વાઘેલાએ કલાસરૂમનો દરવાજો બંધ કરી બાળકીની છેડતી કરી હોવાનો આક્ષેપ વિદ્યાર્થીની દ્વારા કરાયો છે.

(5:10 pm IST)